December 23, 2024

સોમનાથ નેશનલ હાઈવે પર ST બસને નડ્યો અકસ્માત, બસ કંડક્ટરનું મોત

ભાવનગર: તળાજા તાલુકાના ત્રાપજ બંગલા પાસે ST બસને ગંભીર અકસ્માત નડ્યો હતો. સોમનાથ નેશનલ હાઈવે પર ST બસનો ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ કંડક્ટરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વડોદરાથી દીવ જઈ રહેલી એસટી બસ રોડની સાઈડમાં બનાવેલ છાપરા સાથે અથડાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમનાથ નેશનલ હાઈવે પર વડોદરાથી દીવ જઈ રહેલી એસટી બસને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બસ કંડક્ટરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યાં જ 10થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે જાણકારી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

અકસ્માતમાં એકનું મોત થતા મૃતદેહ હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યાં જ ઘાયલ મુસાફરોને સારવાર આપવામાં આવી રહી છે.