જમ્મુ કાશ્મીર: સ્કુલના બાળકોને લઇ જઇ રહેલી બોટ ઝેલમ નદીમાં પલટી, 6ના મોત
Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. શ્રીનગરના બટવારના ઝેલમમાં મુસાફરો અને શાળાના બાળકોથી ભરેલી બોટ ડૂબી ગઈ. જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્રણ બાળકો ગુમ છે.
આ સિવાય અકસ્માતમાં અત્યાર સુધીમાં 12 લોકોને બચાવી લેવાયા છે. તેમાંથી મોટાભાગના બાળકો છે. આ મામલાને લઈને શ્રીનગરના જિલ્લા પ્રશાસને સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું કે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને તે ચાલુ છે.
Srinagar Admin launches rescue operation at Gandbal near Batwara where a boat capsized in the River Jhelum early this morning.
On the directions of the DC, Srinagar, Dr Bilal Mohi-Ud-Din Bhat, rescue teams reached the spot to safeguard the human lives@diprjk @DrBilalbhatIAS pic.twitter.com/jI4NwfZuOg
— Srinagar district administration (@srinagaradmin) April 16, 2024
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 72 કલાક દરમિયાન ભારે વરસાદને કારણે જેલમ નદી ખતરાના નિશાનની નજીક વહી રહી છે. સોમવારે (15 એપ્રિલ, 2024) બનિહાલના કિશ્તવારી પથેરમાં વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરનો ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો. બોટ ડૂબવા અંગે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ તેનાથી ચિંતિત છે.
શું કહ્યું ઓમર અબ્દુલ્લાએ?
ઓમર અબ્દુલ્લાએ કહ્યું, શ્રીનગર નજીક જેલમ નદીમાં બોટ પલટી જવાના સમાચારથી ખૂબ જ ચિંતિત છું. હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે આ બોટમાં સવાર તમામ લોકોને સુરક્ષિત અને ઝડપથી બચાવી લેવામાં આવે.
સતત અપડેટ ચાલું છે