December 23, 2024

Ind vs SL: શ્રીલંકાના કેપ્ટન બદલાયા, ભારત સામે T20 સિરીઝ માટે ટીમની જાહેરાત

Ind vs SL:  યજમાન શ્રીલંકાએ ભારત સામે રમાનાર 3 મેચની T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આજના દિવસે ટીમના 16 સભ્યોની જાહેરાત કરાઈ છે. ટીમના કપ્તાન બદલી દેવામાં આવ્યા છે. ટીમની કમાન ચારિથ અસલંકાના હાથમાં રહેશે. વાનિન્દુ હસરંગાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ શ્રેણીમાં હવે શ્રીલંકા નવા કપ્તાન સાથે રમશે. અસલંકાને ભારત સામેની ટી-20 શ્રેણીમાં ટીમની કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે.

શ્રીલંકાની T20 ટીમ
અવિષ્કા ફર્નાન્ડો, વાનિન્દુ હસરાંગા, કુસલ મેન્ડિસ, દિનેશ ચંદીમલ, ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ પરેરા, કામિન્દુ મેન્ડિસ, દુનિથ વેલ્લાલઘે, દાસુન શનાકા, મહેશ થીકશાના, ચામિંદુ વિક્રમાસિંઘે, નુશાહરા, નુષાનુરા, નુષામાન, ડ્યુનિથ વેલ્લાલઘે. ફર્નાન્ડો

આ પણ વાંચો: કોણ છે તનુજા કંવર? જેને મહિલા એશિયા કપ 2024માં UAE સામે ડેબ્યૂ કરવાની મળી તક

ભારતની T-20 ટીમ
રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલઅક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.

ભારત-શ્રીલંકા ટી20 સિરીઝ
30 જુલાઈ, ત્રીજી ટી20, સાંજે 7 કલાકે
28 જુલાઈ, બીજી ટી20, સાંજે 7 કલાકે
27 જુલાઈ, 1લી ટી20, સાંજે 7 કલાકે