SRH vs LSG વચ્ચે આજે મહામુકાબલો, જાણો આ મેચ કોણ જીતશે

SRH vs LSG: હૈદરાબાદ અને લખનૌ વચ્ચે આજે મુકાબલો થવાનો છે. પંતની કેપ્ટનશિપમાં પહેલી મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બીજી બાજૂ હૈદરાબાદની ટીમે પહેલી જ મેચમાં શાનદાર જીત પ્રાપ્ત કરી હતી. આજે બંને ટીમ જીતવાનો પ્રયત્ન કરશે. IPL ની 18મી સિઝનની 7મી મેચ 27 માર્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ મેચ રમાશે. આ મેચનું આયોજન 7:30 વાગ્યે રમાશે. આવો જાણીએ કે આ મેચમાં કઈ ટીમનો હાથ ઉપર રહેશે અને કોની જીત થશે.

આ મેચ કોણ જીતી શકે છે?
આજની મેચમાં બંને ટીમમાંથી હૈદરાબાદની ટીમનો હાથ ઉપર હોય તેવું જોવા મળી રહ્યું છે. લખનૌની ટીમ ભલે હેડ ટુ હેડ રેકોર્ડમાં એક મજબૂત ટીમ છે. પંરતુ હૈદરાબાદની ટીમે છેલ્લે જે મેચ રમી તેને જોઈને એવું લાગે છે કે આ ટીમને રોકવી મુશ્કેલ છે. જોકે ક્રિકેટમાં એ અંદાજો લગાવો કે કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ હાલની પરિસ્થિતિજોઈને એવું લાગે છે કે હૈદરાબાદની ટીમ ઘણી મજબૂત છે.

આ પણ વાંચો: આવતીકાલે RR vs KKRનો મુકાબલો, જાણો બંનેનો હેડ ટુ હેડ રેકોર્ડ

સંભવિત પ્લેઇંગ 11

સનરાઇઝર્સ હૈદરાબાદ – અભિનવ મનોહર, અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન),અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), હર્ષલ પટેલ, મોહમ્મદ શમી, એડમ ઝમ્પા.

લખનૌ સુપર જાયન્ટ્સ – શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, મિશેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, પંત (કેપ્ટન અને વિકેટકીપર), ડેવિડ મિલર, આયુષ બદોની, એમ. સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ.