IPL 2024ની ટ્રોફી પર કોલકાતા નાઈટ રાઈડર્સનો કબજો
IPL Final Live Score KKR vs SRH 2024: IPL 2024ની 17મી સીઝનની આજે ફાઈનલ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદે ટોસ જીતીને કોલકાતા સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. IPLની આખી સિઝનમાં 6 વખત 200 રનનો સ્કોર પાર કરનાર હૈદરાબાદ ફાઈનલમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. KKR ટીમે 10 વર્ષ બાદ આ ખિતાબ જીત્યો છે. છેલ્લે કોલકાતા 2014માં ચેમ્પિયન બન્યું હતું. હૈદરાબાદને પહેલી જ ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. મિચેલ સ્ટાર્કે પાંચમા બોલ પર અભિષેક શર્માને બોલ્ડ કર્યો હતો. તે માત્ર બે રન બનાવી શક્યો હતો. અભિષેક શર્મા બાદ રાહુલ ત્રિપાઠી ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. ટ્રેવિસ હેડ તેને સપોર્ટ કરવા માટે ક્રિઝ પર હાજર છે.
કોલકાતા ત્રીજી વખત ચેમ્પિયન
કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલની એકતરફી ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન બનવાનું સપનું પૂરું કર્યું. ટીમને માત્ર 113 રનમાં આઉટ કર્યા બાદ કોલકાતાએ વેંકટેશ અય્યરની તોફાની ફિફ્ટીની મદદથી 10.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. વેંકટેશ અય્યરે સનરાઈઝર્સ હૈદરાબાદના બળ પર મીઠું છાંટ્યું છે. તેણે માત્ર 24 બોલમાં ફિફ્ટી ફટકારીને કોલકાતાની જીત આસાન બનાવી દીધી હતી.
𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦 𝗢𝗙 #𝗧𝗔𝗧𝗔𝗜𝗣𝗟 𝟮𝟬𝟮𝟰 😍🏆
The 𝗞𝗢𝗟𝗞𝗔𝗧𝗔 𝗞𝗡𝗜𝗚𝗛𝗧 𝗥𝗜𝗗𝗘𝗥𝗦! 💜#KKRvSRH | #Final | #TheFinalCall | @KKRiders pic.twitter.com/iEfmGOrHVp
— IndianPremierLeague (@IPL) May 26, 2024
હૈદરાબાદની બીજી વિકેટ છ રનના સ્કોર પર પડી હતી. વૈભવ અરોરાએ ટ્રેવિસ હેડને બીજી ઓવરના છેલ્લા બોલ પર રહેમાનુલ્લાહ ગુરબાઝના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ એઇડન માર્કરામ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. સનરાઇઝર્સ ટીમને ત્રીજો ઝટકો પાંચમી ઓવરમાં 21ના સ્કોર પર લાગ્યો હતો. મિચેલ સ્ટાર્કે રાહુલ ત્રિપાઠીનો કેચ રમનદીપ સિંહે કર્યો હતો. તે નવ રન બનાવી શક્યો હતો. 24.75 કરોડની કિંમતના સ્ટાર્કે પ્લેઓફમાં પોતાની પ્રતિભા બતાવી છે. તેણે ક્વોલિફાયર-1માં ત્રણ વિકેટ લીધી હતી અને હવે ફાઇનલમાં બે વિકેટ લીધી છે.
AN ABSOLUTE RIPPER! 🤩
As spectacular as it gets from Mitchell Starc ⚡️
He gets the in-form Abhishek Sharma early 🔥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvSRH | #Final | #TheFinalCall pic.twitter.com/K5w9WIywuR
— IndianPremierLeague (@IPL) May 26, 2024
બંને ટીમોની પ્લેઈંગ 11 આ મુજબ
કોલકાતા નાઈટ રાઈડર્સઃ રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નરેન, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
ઈમ્પેક્ટ સબ: અનુકુલ રોય, મનીષ પાંડે, નીતિશ રાણા, કેએસ ભરત, શેરફેન રધરફોર્ડ.
સનરાઈઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરમ, નીતીશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.
ઈમ્પેક્ટ સબ: ઉમરાન મલિક, ગ્લેન ફિલિપ્સ, મયંક માર્કન્ડે, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર.
IPL 2023 (ચેન્નઈ સુપર કિંગ્સ)
વાત IPL 2023ની વાત કરીએ તો, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પાંચમી વખત ચેમ્પિયન બની હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ચાર વિકેટે 214 રન બનાવ્યા હતા. આ પછી વરસાદેને કારણે અઢી કલાકની મેચ બગાડી હતી. મેચ 12.10 વાગ્યે ફરી શરૂ થઈ. ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. CSKએ છેલ્લા બોલ પર પાંચ વિકેટ ગુમાવીને આ સિદ્ધિ મેળવી હતી. શુભમન ગિલ ટુર્નામેન્ટનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યો હતો.