સનરાઇઝર્સ હૈદરાબાદની હોટલમાં લાગી આગ, જાણો સમગ્ર મામલો

SRH Hotel Fire: સનરાઇઝર્સ હૈદરાબાદનું IPL 2025માં અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન ખરાબ જોવા મળ્યું છે. આગામી મુકાબલો હવે 17 તારીખે મુંબઈની ટીમની સામે છે. આ પહેલા એક સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે સવારે હૈદરાબાદની ટીમ હોટલમાં આગ લાગી હતી. જોકે સારી વાત એ છે કે બધા ખેલાડીઓ સુરક્ષિત છે.

આ પણ વાંચો: Gujarat ATSએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો

આગ પર કાબુ મેળવાયો
સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ હૈદરાબાદના બંજારા હિલ્સમાં રોકાયા છે. એક મીડિયાના રિપોટ પ્રમાણે હયાત હોટેલના એક માળે આગ લાગી હતી. જોકે, ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી આગ પર કાબુ મેળવાયો હતો. આગને કારણે હોટલ અને તેની આસપાસના વિસ્તારોમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. હોટલની અંદરના લોકો બહાર દોડી ગયા હતા. મહત્વની વાત એ હતી કે ફાયર બ્રિગેડના આગમન પછી મામલો સંભાળી લેવામાં આવ્યો હતો.