January 6, 2025

Famous Indian Chutneys: આ મસાલેદાર ચટણીઓ ભારતીયો ખૂબ ખાય છે

Famous Indian Chutneys: ભારતમાં લોકો વિવિધ પ્રકારની ચટણી ખાવાનું પસંદ કરે છે. જેમાં કેટલીક ચટણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આવો જાણીએ ભારતમાં બનાવવામાં આવતી આ ટેસ્ટી ચટણીઓ વિશે.

ફુદીનાની ચટણી
ફુદીનાની ચટણી માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ફુદીનાની ચટણી બનાવવા માટે તમારે ફુદીનો, લીલા ધાણા, આદુ, લીલા મરચાં, લસણ અને મીઠુંની જરૂર પડશે. આ બધી વસ્તુઓને મિક્સરમાં પીસીને તમે ફુદીનાની ચટણી બનાવી શકો છો. આ ચટણી તમને ટેસ્ટની સાથે તમારી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

આ પણ વાંચો: મૈં તો રસ્તે સે જા રહા થા…’સોનાની’ પાણીપૂરી ખા રહા થા!

આમલીની ચટણી
આમલીની ચટણી મોટા ભાગની ચાટની વાનગરી સાથે ખાવામાં આવે છે. જે તમારા ટેસ્ટની સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

ડુંગળીની ચટણી
મસાલેદાર ડુંગળીની ચટણી બનાવવા માટે ડુંગળી, જીરું, સરસવ અને લાલ મરચાનો ઉપયોગ કરીને તમે બનાવી શકો છો. આ ચટણી તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

નારિયેળની ચટણી
નારિયેળની ચટણી નારિયેળ અને મગફળીને મિક્સ કરીને બનાવી શકે છે. આ ચટણીનો સ્વાદ વધારવા માટે લીલા મરચાં, આદુ અને કોથમીરનો ઉપયોગ તમે કરી શકો છો. આ ચટણી મોટે ભાગે ઢોસા અને ઈડલી સાથે ખવાતી હોય છે. ઢોસા અને ઈડલી સાથે જો નારિયેળની ચટણી નથી તો આ વાનગીનો સ્વાદ પણ અધૂરો લાગે છે.

ટામેટાની ચટણી
ભારતીયો પણ ટામેટાની ચટણી ખાવાનું પસંદ કરે છે. આ ચટણી બનાવવા માટે તમારે ટામેટા, ડુંગળી, લસણ, ધાણાજીરું અને મરચાં પાવડર નાંખીને તમે બનાવી શકો છો. આ ચટણી તમે કોઈ પણ ચાટ સાથે ખાઈ શકો છો.