સાડીમાં ફૉલ લગાવવાથી લઈને બોલિવૂડ ડિરેક્ટર… જાણો આ ગુજરાતીની કહાણી
મુંબઈ: અદભૂત સેટ, શાહી પાત્રો, ગીતોની ગહનતા અને ધમાકેદાર કહાણી… સંજય લીલા ભણસાલીની ફિલ્મોની વિશેષતા અહીં પૂરી થતી નથી. એડિટર અને આસિસ્ટન્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ભણસાલી આજે સિનેમાના અનુભવી દિગ્દર્શક છે. તેમણે હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, પદ્માવત, રામ-લીલા અને બ્લેક જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવીને સિનેમામાં ઈતિહાસ રચ્યો હતો.
સંજય લીલા ભણસાલી આજે તેમનો 61મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આ ખાસ દિવસે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ભણસાલી નિર્દેશન પહેલા શું કરતા હતા? તેમણે તેમની કારકિર્દી કેવી રીતે શરૂ કરી? તેમનું બાળપણ કેવું હતું? અહીં જાણો…
સંજય લીલા ભણસાલીનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તે અને તેમની બહેન તેમના માતા-પિતા સાથે એક ચાલમાં રહેતા હતા. માતા કપડાં સીવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. 2019માં ફિલ્મ કમ્પેનિયનને આપેલા ઈન્ટરવ્યુમાં ભણસાલીએ જણાવ્યું હતું કે તેમનું બાળપણ કેવું હતું.
પરંતું આજે તેમણે ફિલ્મોની સંપૂર્ણ વ્યાખ્યા જ બદલી નાખી છે. તે એવા ફિલ્મમેકર છે જેમની ફિલ્મ બનતા પહેલા જ સુપરહિટ સાબિત થાય છે. ઇન્ડસ્ટ્રીના મોટા કલાકારો તેમની ફિલ્મોમાં કામ કરવા માટે બેતાબ છે.
પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત
33 વર્ષથી હિન્દી સિનેમા પર રાજ કરી રહેલા આ ફિલ્મમેકરે ઘણી એવી ફિલ્મો બનાવી છે જે તેમની કરિયરમાં ‘માઈલસ્ટોન’ સાબિત થઈ છે. દિગ્દર્શકે ઘણા નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા છે. વર્ષ 2015માં આ દિગ્દર્શકને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે એડિટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનાર આ ફિલ્મમેકરને તેની અસલી ઓળખ સલમાન ખાનની ફિલ્મથી મળી હતી. આ પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી.
સલમાન ખાનની ફિલ્મથી ઓળખ મળી
1996માં ‘ખામોશી- ધ મ્યુઝિકલ’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરનાર ભણસાલીએ ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘દેવદાસ’, ‘બાજીરાવ મસ્તાની’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપીને ઈતિહાસ રચ્યો હતો.
બાળપણ ચાલમાં વીત્યું
સંજય લીલા ભણસાલી ભલે આજે હિન્દી સિનેમામાં એક મોટું નામ છે, પરંતુ તેમની આ સફળતાની સફર સરળ ન હતી. દિગ્દર્શકે તેનું બાળપણ અત્યંત ગરીબીમાં વિતાવ્યું હતું. બહુ ઓછા લોકો જાણે છે કે ભણસાલી તેમના પરિવાર સાથે મુંબઈમાં એક ચાલમાં રહેતા હતા. તેમણે સીમી ગ્રેવાલના શોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
સાડીમાં ફૉલ લગાવી ગુજરાન ચલાવતા હતા
ભણસાલીએ કહ્યું કે તેમણે ગરીબીને ખૂબ નજીકથી જોઈ છે. તે અને તેમની બહેન તેમના માતા-પિતા સાથે એક ચાલમાં રહેતા હતા. તે સમયે તેમની માતા ઘરનો તમામ ખર્ચ સંભાળતી હતી. આ માટે તે સીવણકામ કરતી હતી. તે સમયે ભણસાલી પણ સાડીમાં ફોલ નાખતા હતા. તેમણે સાડીમાં ફોલ લગાવવા માટે થોડા પૈસા મળતા હતા, જેનાથી તેમના માતા ગુજરાન ચલાવતા હતા. ડિરેક્ટરે એ પણ જણાવ્યું કે તેમની માતા પણ સારા ડાન્સર હતા.
આ દિવસોમાં સંજય લીલા ભણસાલી તેની અપકમિંગ વેબ સિરીઝ ‘હીરામંડી’ માટે ચર્ચામાં છે. આ સીરિઝથી તે ટૂંક સમયમાં જ ઓટીટીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.