December 14, 2024

સ્પેનમાં પૂરથી ભારે તબાહી, ગુસ્સામાં લોકોએ કર્યા સુત્રોચ્ચાર; કિંગ પર ફેંક્યા ઈંડા અને કીચડ

Spain: હાલ આ દિવસોમાં સ્પેનમાં ભયંકર પૂર આવ્યું છે. આ પૂરમાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના મોત થયા છે. આ પછી, દેશના કિંગ ફેલિપ છઠ્ઠા અને ક્વિન લેટિસિયા વેલેન્સિયાના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા. કિંગ અને ક્વિનને વિસ્તારના લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. વિસ્તારમાં પહોંચતા જ ગુસ્સે થયેલા લોકોએ હંગામો મચાવ્યો હતો અને કિંગ અને ક્વિન પર ઈંડા પણ ફેંક્યા હતા. કિંગ ફેલિપ VI અને ક્વિન લેટિઝિયા, રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ અને અન્ય અધિકારીઓ સાથે, પણ રવિવારે પપોરાટા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જ્યારે તેઓ આ શહેરની મુલાકાતે ગયા ત્યારે લોકોએ તેમના વિરુદ્ધ “કિલર” જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

દેશના ટોચના નેતાઓને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ભીડે કિંગ વેલેન્સિયાના ગવર્નર મેઝોન અને પ્રમુખ સાંચેઝનું અપમાન કર્યું. ભીડનો ગુસ્સો મોટાભાગે પ્રમુખ સાંચેઝ અને વેલેન્સિયા પ્રદેશના ગવર્નર કાર્લોસ મેઝોન પર હતો. આ કારણે તેણે કિંગ અને ક્વિન સમક્ષ આ વિસ્તાર છોડી દીધો. જો કે, ભીડના ગુસ્સા છતાં કિંગએ તેને રોકાવાનું કહ્યું હતું પરંતુ તે રોકાયા ન હતા. લોકોએ “મેઝોન રાજીનામું આપો!” સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સાથે જ હજુ કેટલા મોત થશે એવા પણ નારા પણ લગાવવામાં આવ્યા હતા. ભીડનો આરોપ છે કે પૂર દરમિયાન દેશના ટોચના નેતૃત્વની ઢીલાશને કારણે આવી સ્થિતિ સર્જાઈ હતી.

1 વર્ષનો વરસાદ 8 કલાકમાં પડ્યો
રાષ્ટ્રપતિ સાંચેઝના કાર્યાલયે મુલાકાત બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુરક્ષા પ્રોટોકોલના કારણે રાષ્ટ્રપતિને દૂર લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિસ્તારના ગવર્નર મેઝોને સોશિયલ મીડિયા હેન્ડલ X પર કહ્યું કે તે લોકોના ગુસ્સાને સમજે છે. મંગળવારે સ્પેનમાં 8 કલાકમાં એક વર્ષનો વરસાદ પડ્યો અને ભયંકર પૂરમાં ફેરવાઈ ગયો. આ પૂરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 214 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને મૃત્યુઆંક વધી શકે છે.

કિંગએ લોકો સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું
લોકોના ગુસ્સા છતાં કિંગ પૂરગ્રસ્ત વિસ્તારમાંથી પાછા ફર્યા નહીં. કિંગ ફેલિપે અસરગ્રસ્ત રહેવાસીઓ સાથે તેમના ચહેરા પર કાદવ છાંટા હોના છતાં વાત કરવાનું ચાલુ રાખ્યું, જ્યારે એક માણસ તેના ખભા પર માથું રાખીને રડતો જોવા મળ્યો. આ દરમિયાન ક્વિનના હાથ પર માટીના છાંટા પણ જોવા મળ્યા હતા. આમ છતાં તે લોકોને મળ્યા અને મહિલાઓ સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ‘BJP અને સંઘ વકફને લઈને ફેલાવી રહ્યા છે અફવા…’, હિન્દુ સંગઠનોની જમીનોના ડેટા આપીને ભડક્યા ઓવૈસી

લોકો કેમ ગુસ્સે થયા?
જ્યારે પપોર્ટા શહેરમાં પૂર આવ્યું અને હવામાન વિભાગે તેના વિશે ચેતવણી આપી, ત્યારે પ્રાદેશિક અધિકારીઓએ બે કલાક પછી મોબાઇલ પર પૂરની ચેતવણી જારી કરી. આ પછી અધિકારીઓએ પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લીધા ન હતા. જેના કારણે લોકોનો રોષ વધુ વધ્યો હતો. સરકાર દ્વારા મોડેથી કાર્યવાહી કરવામાં આવી અને કોઈ ચોક્કસ યોજના તૈયાર કરવામાં આવી ન હોવાનો પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કાદવ અને કાટમાળના સ્તરોની મોટાભાગની સફાઈ રહેવાસીઓ અને હજારો સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યા હતા.

“તે અમારી ભૂલ નથી”
એવું પણ બહાર આવ્યું હતું કે પૂર પછી, હજારો સ્વયંસેવકોએ પૂરના કાટમાળને હટાવવામાં મદદ કરવા માટે પ્રાંતીય સરકાર પાસે પરવાનગી માંગી હતી. પરંતુ સ્વયંસેવકો માટે કલાકો સુધી રાહ જોયા પછી પણ તેઓ પાછા ફર્યા હતા તો ઘણા નિરાશ થયા હતા. “તે આઘાતજનક છે કે કેવી રીતે સરકાર કહે છે કે તે અમારી ભૂલ નથી. તે કોઈ અન્યની ભૂલ છે,” સ્વયંસેવક પેડ્રો ડી જુઆને જણાવ્યું હતું. પરંતુ આ સમયે આપણે એક થવું પડશે અને એકબીજાને મદદ કરવી પડશે. તેમણે એમ પણ કહ્યું કે, સેના અને પોલીસ મદદ કરી રહી છે પરંતુ અપેક્ષા મુજબ નથી.