November 14, 2024

સુનિતા વિલિયમ્સને પરત લાવનાર સ્પેસએક્સને ઝટકો! પહેલું પ્રાઈવેટ સ્પેસવોક મિશન ટળ્યું

સ્પેસએક્સ જેના પર નાસાએ અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સની વાપસી માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તેને આજે મોટો આંચકો લાગ્યો છે. એલન મસ્કની કંપનીનું પ્રથમ ખાનગી સ્પેસવોક મિશન ખરાબ હવામાનને કારણે મોકૂફ રાખવું પડ્યું હતું. અબજોપતિ જેરેડ આઇઝેકમેન અને સ્પેસએક્સે આ મિશનમાં નાણાંનું રોકાણ કર્યું છે.

પોલારિસ ડોન પ્રોગ્રામ મંગળવારે (27 ઓગસ્ટ) ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થવાનો હતો. પરંતુ હિલિયમ લીકને કારણે મિશન લોન્ચ થઈ શક્યું ન હતું. SpaceX એ જાહેરાત કરી છે કે તે ફ્લોરિડાના દરિયાકાંઠે ખરાબ હવામાનની આગાહીને કારણે આ મિશનને મુલતવી રાખી રહ્યું છે.

હિલિયમ લીકને કારણે મિશન મોકૂફ રાખવામાં આવ્યું
કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે લોન્ચિંગના પહેલા પ્રયાસ દરમિયાન ટાવરને રોકેટ સાથે જોડતી લાઇનમાં હિલિયમ લીકેજને કારણે તેને રદ્દ કરવું પડ્યું હતું. સ્પેસએક્સનું ડ્રેગન કેપ્સ્યુલ ફાલ્કન-9 રોકેટ દ્વારા 1400 કિલોમીટરની ઉંચાઈ સુધી પહોંચવાનું હતું. આ મિશનની ખાસિયત એ છે કે લગભગ 50 વર્ષ પછી કોઈ માણસ અંતરિક્ષમાં આટલા અંતર સુધી જશે.

આ મિશન દ્વારા અબજોપતિ ઉદ્યોગપતિ જેરેડ ઈસાકમેન સહિત 4 લોકોને અવકાશમાં મોકલવાના છે, જેમાંથી 2 સભ્યો સ્પેસએક્સ દ્વારા બનાવવામાં આવેલ ખાસ સૂટ પહેરીને સ્પેસવોક પણ કરશે. તમને જણાવી દઈએ કે સ્પેસએક્સે પહેલીવાર અંતરિક્ષમાં ચાલવા માટે આ સ્પેસ સૂટ ડિઝાઇન કર્યો છે.

આ પણ વાંચો: PM ટ્રુડોએ લખી એક પોસ્ટ, કેનેડાના રસ્તા પર કેમ ઉતરી આવ્યા ભારતીય વિદ્યાર્થીઓ?

સુનિતા વિલિયમ્સની વાપસીની જવાબદારી
છેલ્લા 3 મહિનાથી અવકાશમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરના પરત આવવા માટે નાસાએ સ્પેસએક્સની પસંદગી કરી છે. બંને અવકાશયાત્રીઓને ક્રૂ 9 મિશન હેઠળ સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા જ પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ જેમાં સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર સ્પેસ સ્ટેશન ગયા હતા તે પરત ફરવા માટે સુરક્ષિત નહોતું. સ્ટારલાઇનર અવકાશયાનમાં તકનીકી ખામીને કારણે, નાસાએ સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા ફેબ્રુઆરી 2025 સુધીમાં બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવાનું નક્કી કર્યું છે. આ માટે બંને અવકાશયાત્રીઓને ક્રૂ 9 મિશનમાં સામેલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત તેઓ અવકાશમાં સ્પેસવોક સહિતની ઘણી પ્રવૃત્તિઓ કરશે.