પહલગામ હુમલા પછી ભારતમાં યોજાનારી મોટી ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી

South Asian Athletics Championship Postponed: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ દેશની સાથે દુનિયાએ પણ પાકિસ્તાનની નિંદા કરી છે. હવે તેની અસર ક્રિકેટ જગતમાં પણ પડી છે. દક્ષિણ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના અરશદ નદીમે નિરજ ચોપરાની ઓફર ફગાવી, ભારત આવવાનો કરી દીધો ઇનકાર

ચેમ્પિયનશિપ મુલતવી રખાઈ
પહલગામ હુમલાને ધ્યાનમાં રાખીને આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ દક્ષિણ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ મુલતવી રખાઈ છે. એક રિપોટ પ્રમાણે આ ટુર્નામેન્ટ જૂનમાં યોજાવાની હતી. ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભૂટાનના ખેલાડીઓ રાંચી પહોંચી ગયા હતા. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભૂટાનના ખેલાડીઓ રાંચી પહોંચ્યા હતા. જોકે, હવે આ ટુર્નામેન્ટ કઈ તારીખે યોજાશે તે વિશે કોઈ માહિતી સામે આવી નથી. આ પહેલા ચેમ્પિયનશિપ 3 થી 5 મે દરમિયાન રમવાની હતી અને પછી પાકિસ્તાનની ખેલાડીઓને વિઝા મળવામાં સમય થતાં ટુર્નામેન્ટ મુલતવી રાખવી પડી હતી.