જય શ્રી રામ…, આફ્રિકી ક્રિકેટરે ખાસ અંદાજમાં પાઠવી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની શુભેચ્છા- Video
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર કેશવ મહારાજે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે તમામ ભારતીય લોકોને શુભેચ્છા પાઠવી છે. આફ્રિકન ક્રિકેટર કેશવ મહારાજે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. કેશવ મહારાજે આ વીડિયોમાં ‘જય શ્રી રામ…’ કહ્યું છે. કેશવ મહારાજે આ વીડિયોમાં પોતાના દિલની વાત કહીને આજે અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે તમામ ભારતવાસીઓને ખાસ રીતે અભિનંદન પાઠવ્યા છે.
આફ્રિકન ક્રિકેટરે કહ્યું જય શ્રી રામ
આફ્રિકન ક્રિકેટર કેશવ મહારાજે સોશિયલ મીડિયા પર પોતાનો વીડિયો જાહેર કર્યો અને કહ્યું, ‘તમામને નમસ્કાર… દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય સમુદાયના તમામ લોકો વતી, હું તમને બધાને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભેચ્છા પાઠવું છું. હું તમને તેના માટે અભિનંદન આપું છું. ભગવાન તમને બધાને શાંતિ પ્રદાન કરે. જય શ્રી રામ…’ આફ્રિકન ક્રિકેટર કેશવ મહારાજનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેશવ મહારાજનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેની પર કોમેન્ટ પણ કરી રહ્યા છે
અયોધ્યામાં આજે રામ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા
તમને જણાવી દઈએ કે કેશવ મહારાજ શ્રી રામ અને હનુમાનજીના ભક્ત છે. અયોધ્યામાં આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આજે બપોરે 12.20 વાગ્યાથી શરૂ થશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભારતના મોટા ક્રિકેટરો એક જગ્યાએ એકસાથે જોવા મળશે. આ દરમિયાન સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, સુનિલ ગાવસ્કર, વિરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, રાહુલ દ્રવિડ, કપિલ દેવ, હરભજન સિંહ અને ગૌતમ ગંભીર પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકે છે.
ઉલ્લેખનીય છે કે 22મી જાન્યુઆરીના અયોધ્યા રામ મંદિર ખાતે આજે બપોરે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં ભાગ લેશે. હાલમાં દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યામાં એકઠા થયા છે. આ દરમિયાન અયોધ્યામાં હજારો ભક્તોને ભગવા ધ્વજ લહેરાવતા, ઢોલ વગાડતા, જયઘોષ કરતા અને ઉજવણી કરતાં જોવા મળે છે.