December 24, 2024

South Africaએ 4 રને મેચ જીતીને ભારતીય ટીમને પાછળ છોડી

T20 World Cup 2024: દક્ષિણ આફ્રિકાની ટીમે બાંગ્લાદેશને હરાવીને સુપર-8 માટે પોતાનો દાવો મજબૂત કરી દીધો છે. આ મેચમાં જીતની સાથે પાકિસ્તાની ટીમની બરાબરી કરી લીધી છે. આ સાથે જ ભારતની ટીમને પાછળ છોડી દીધી છે. દક્ષિણ આફ્રિકાની ટીમે બાંગ્લાદેશની ટીમને ચાર રનથી હરાવી દીધું છે.

પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય
દક્ષિણ આફ્રિકાની ટીમે રોમાંચક મેચમાં બાંગ્લાદેશની ટીમને માત્ર 4 રનથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાના કેપ્ટને ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આફ્રિકાએ બાંગ્લાદેશને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે બાદ તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે 109 રન બનાવી શકી હતી. તમને જણાવી દઈએ કે બોલરોએ દક્ષિણ આફ્રિકા માટે ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી હતી. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઓછા સ્કોરનો બચાવ કર્યો હતો.

આ પણ વાંચો: ભારત સામેની હાર બાદ પાકિસ્તાની ખેલાડીનો વીડિયો વાયરલ

પાકિસ્તાની ટીમની બરાબરી કરી
T20 ઇન્ટરનેશનલમાં બાંગ્લાદેશ સામે દક્ષિણ આફ્રિકાની આ સતત આ 9મી જીત છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાની ટીમની બરાબરી કરી લીધી છે. પાકિસ્તાને બાંગ્લાદેશ સામે સતત 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે. પાકિસ્તાને બાંગ્લાદેશ સામે સતત 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે. જ્યારે ભારતીય ટીમે સતત 8 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે. ન્યુઝીલેન્ડની ટીમે બાંગ્લાદેશ સામે સતત 10 T20 મેચ જીતી છે, જે સૌથી વધુ છે. T20I માં બાંગ્લાદેશ સામે સૌથી વધુ સતત મેચ જીતનાર ટીમોની વાત કરવામાં આવે તો 10 ન્યુઝીલેન્ડ (2010-21), 9 પાકિસ્તાન (2016-22), 9 દક્ષિણ આફ્રિકા (2007-24), 8 ભારત (2009-18) છે.