December 23, 2024

સાઉથ આફ્રિકાના ક્રિકેટર Mike Procterનું નિધન

અમદાવાદ: ‘મેં પલ દો પલ કા શાયર હું, પલ દો પલ મેરી કહાની’ દક્ષિણ આફ્રિકાના મહાન ઓલરાઉન્ડરોમાંના એક માઈક પ્રોક્ટરનું 77 વર્ષની વયે અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ તેઓ દક્ષિણ આફ્રિકાની ટીમના કોચ હતા અને ICC મેચ રેફરી તરીકે પણ કામ કર્યું છે.

ક્રિકેટ જગતમાં શોકનું મોજું
ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીનું અવસાન થયું છે. આ સમાચાર સામે આવતાની સાથે ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ખેલાડીએ વર્ષ 2002થી 2008 વચ્ચે ICC મેચ રેફરી તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેઓએ દક્ષિણ આફ્રિકાની ટીમનો મુખ્ય કોચ પણ બની ચૂક્યો છે. માઈક પ્રોક્ટરે દક્ષિણ આફ્રિકાના ડરબનમાં તેમના ઘર નજીકની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. શનિવારે મોડી રાત્રે તેમના અવસાનના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ તેમની પત્ની મરિનાએ આ વાતની પુષ્ટિ કરી હતી.

માઈક પ્રોક્ટરનનો ક્રિકેટ સફર
તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા માટે માત્ર 7 મેચ રમ્યો હતો. જે તમામ 1966-67 અને 1969માં ઓસ્ટ્રેલિયા સામે રમ્યા હતા. આ દરમિયાન તેણે 15.02ની એવરેજથી 41 વિકેટ ઝડપી હતી.પ્રોક્ટરે 401 ફર્સ્ટ-ક્લાસ રમતો રમી, જેમાં 48 સદી અને 109 અર્ધસદી સાથે 36.01ની સરેરાશથી 21,936 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે 19.53ની એવરેજથી 1,417 વિકેટ પણ લીધી હતી.

વીજળી પડતા ખેલાડીનું મોત
ઈન્ડોનેશિયાના બાંડુંગમાં ફૂટબોલ (Football) મેચ દરમિયાન વીજળી પડતા (Lightning strikes) એક ખેલાડીનું મોત થયું હતું. ખરાબ હવામાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં અચાનક આ ખેલાડીના માથા પર વીજળી પડી હતી. આ ઘટના બાદ હોસ્પિટલમાં લઈ જતી વખતે ખેલાડીનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ફૂટબોલ મેચ ચાલી રહી હતી અને અચાનક તેજ પ્રકાશ સાથે મેદાનના એક ભાગમાં ઉભેલા એક ખેલાડી પર વીજળી પડી અને ત્યાં આગનો ચમકારો થયો હતો. જે ખેલાડી પર વીજળી પડી તે તે જ સમયે મેદાન પર ઢળી પડ્યો હતો.