December 23, 2024

Delhi Capitalsના મુખ્ય કોચ પદે આ અનુભવી ખેલાડીને મળી શકે છે જવાબદારી

Delhi Capitals Coach: દિલ્હી કેપિટલ્સ ટીમ એક વખત પણ આઈપીએલ ટાઈટલ જીતી શકી નથી. વર્ષ 2020માં ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જેમાં ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. IPL 2025 પહેલા દિલ્હી કેપિટલ્સે કોચ રિકી પોન્ટિંગને કોચ પદ પરથી હટાવી દીધા છે. કારણ કે તેની હાજરીમાં ફ્રેન્ચાઈઝી આઈપીએલમાં તેના ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી છે.

જાહેરાત કરવામાં આવી
દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા લખ્યું કે “તમે અમારા મુખ્ય કોચ તરીકે આગળ વધ્યા ત્યારે અમને શબ્દોમાં મૂકવું અવિશ્વસનીય રીતે મુશ્કેલ લાગતું હતું.” તમે અમને કાળજી, પ્રતિબદ્ધતા, જુસ્સો અને પ્રયત્નો બતાવ્યા. વર્તમાન ટીમ ડિરેક્ટર સૌરવ ગાંગુલી આગામી સિઝનમાં મુખ્ય કોચ તરીકે કામ કરી શકે છે. મહત્વની વાત એ છે કે ટીમ સાત વર્ષમાં ચેમ્પિયનશિપ જીતી શકી નથી. ટીમ મેનેજમેન્ટ સપોર્ટ સ્ટાફમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: નવા કોચ માટે વિરાટની ‘ગંભીર’ સલાહ ન લેવાઈ, પંડ્યાનું મંતવ્ય નોંધાયું

સૌરવ ગાંગુલીને જવાબદારી મળી શકે છે
દિલ્હી કેપિટલ્સ નવા મુખ્ય કોચની સૌરવ ગાંગુલીને જવાબદારી મળી શકે છે. ટીમના આસિસ્ટન્ટ કોચ પ્રવીણ આમરે આ પદ લગભગ નિશ્ચિત જોવા મળી રહ્યું છે. આ વિશે વધુ ચર્ચા માટે આ મહિનાના અંતમાં અથવા આવતા મહિનાની શરૂઆતમાં એક બેઠક યોજાવાની છે.