December 27, 2024

Swiggy ડિલિવરી બોયે બુટની ઉઠાંતરી કરી, સોનુ સૂદે કહ્યું- જરૂર હતી તો લઇ ગયો

અમદાવાદ: સોનુ સૂદ હમેંશા લોકોની મદદ માટે ચર્ચામાં રહે છે. ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. રિયલ લાઈફના હીરોની ટ્વીટએ સોશિયલ મીડિયા ધૂમ મચાવી દીધી છે. જે બાદ આ ટ્વીટમાં લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો.

સોશિયલ મીડિયા પર ધૂમ
ડિલિવરી બોયના સમર્થનમાં સોનુ સૂદ સામે આવ્યા છે. રિયલ લાઈફના હીરોની ટ્વીટએ સોશિયલ મીડિયા પર તેમણે શેર કરી છે. જેમાં લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ડિલિવરી બોયનો બચાવ કરતા અભિનેતાએ કહ્યું કે તેને જૂતાની નવી જોડી ભેટમાં આપવી જોઈએ. સોનુ સૂદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી શક્તિશાળી અભિનેતાઓમાંના એક ગણવામાં આવે છે. પરંતુ લોકો માટે પણ તે હમેંશા આગળ રહે છે. કોરોના રોગચાળા દરમિયાન સોનૂ સુદ ખુબ ચર્ચામાં રહ્યા હતા. હવે તેમણે ડિલિવરી બોયના સમર્થનમાં કંઈક એવું કર્યું કે જેના કારણે તે ચર્ચામાં ફરી આવ્યો છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે ડિલિવરી બોય જૂતા ચોરી કરી રહ્યો હતો. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: તે લોકો પૈસા, પાવર અને ફિલ્મ હિટ કરવા કરે છે લગ્ન, નોરાએ સાધ્યું નિશાન

ડિલિવરી બોયને સપોર્ટ
અભિનેતા સોનુ સૂદે ગુરુગ્રામમાં ગ્રાહકના ઘરેથી બ્રાન્ડેડ જૂતાની ચોરી કરનાર ડિલિવરી બોયનો બચાવ કરતાં જોવા મળ્યા હતા. CCTV ફૂટેજ વાયરલ થયા હતા. જેના સમર્થનમાં સોનુ સૂદ આવ્યા હતા. જે વ્યક્તિના શૂઝ ચોરી થયા હતા તેણે ફરિયાદ કરી હતી. જોકે ઘણા લોકો ડિલિવરી બોયની આ હરકતના કારણે નારાજ જોવા મળી રહ્યા છે અને આ ડિલિવરી બોય ઉપર કાર્યવાહી કરવા માટે કહી રહ્યા છે. અભિનેતા સોનુ સૂદે તેના બચાવમાં આવ્યા અને કહ્યું કે તેણે તેને જૂતા ગિફ્ટ કરવું જોઈએ.

સોનુ સૂદે આ વાત કહી
સોનુ સૂદે ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. જેમાં લખવામાં આવ્યું હતું કે જો કોઈ ડિલિવરી બોય કોઈના ઘરે ખાવાનું પહોંચાડતી વખતે શૂઝ ચોરી કરે તો તેની સામે કોઈ કાર્યવાહી ન કરો. ખરેખર એ વ્યક્તિને તેની જરૂર હશે જેના કારણે તેણે એવું કર્યું હશે. તમારે તેના માટે જૂતાની જોડી આપવી જોઈએ અને ભેટમાં આપવી જોઈએ. સોનુ સૂદે ફરી સાબિત કર્યુ કે તે લોકોની ભાવનાને સમજે છે.