January 21, 2025

રાજસ્થાનના CM પર ભડક્યો સોનુ નિગમ, કહ્યું- ‘…કોઈપણ કલાકારના પરફોર્મન્સમાં હાજરી ન આપો’

Mumbai: સિંગર સોનુ નિગમ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. જ્યારે હવે તેણે એક વીડિયો શેર કરીને કેટલાક રાજનેતાઓને વિનંતી કરી છે કે જો તેમને વચ્ચે શોમાં અધવચ્ચેથી જ જવું હોય તો શોમાં હાજરી જ ન આપો. સોનુ નિગેમે કહ્યું કે હાલમાં જ જયપુર કોન્સર્ટમાં સીએમ ભજન લાલ શર્મા પરફોર્મન્સમાં વચ્ચેથી જ ઉભા થઈ ચાલ્યા ગયા હતા અને સોનુ નિગમને તે યોગ્ય ન લાગ્યું. જેની પર તેને નિરાશા વ્યક્ત કરી છે.

વીડિયો શેર કરતા સોનુ નિગમે કહ્યું- ‘હું હમણાં જ એક કોન્સર્ટમાંથી આવું છું. જે જયપુરમાં હતો. ખૂબ સારા લોકો આવ્યા હતા. રાજસ્થાનનું ગૌરવ વધારવા દરેક ખૂણેથી પ્રતિનિધિઓ આવ્યા હતા. સીએમ અને સ્પોર્ટ્સ મિનિસ્ટર પણ હતા. ત્યાં ઘણા લોકો હતા. હું અંધારામાં બધાને જોઈ શકતો ન હતો. પરંતુ જ્યારે મેં શોની વચ્ચે જોયું તો સીએમ સાહેબ અને અન્ય લોકો ઉભા થઈને ચાલ્યા ગયા. તે જતાની સાથે જ તમામ પ્રતિનિધિઓ પણ રવાના થઈ ગયા.

 

સોનુએ કહ્યું- ‘હું બધાને વિનંતી કરું છું કે તમે લોકો કલાકારનું સન્માન નહીં કરો તો બહારના લોકો શું કરશે? એવું ક્યારેય જોવા મળ્યું નથી કે જ્યારે કોઈ અમેરિકામાં પરફોર્મ કરી રહ્યું હોય ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિ ઉભા થઈને જતા રહ્યા હોય. તે બોલીને જશે, સંકેત કરીને જશે. જો તમારે લોકો ઉભા થઈને જવાનું હોય, તો પછી આવશો નહીં અથવા જશો નહીં.

સોનુ નિગમે વીડિયોના કેપ્શનમાં લખ્યું- હું ભારતના તમામ રાજનેતાઓને વિનંતી કરું છું કે મહેરબાની કરીને કોઈપણ કલાકારના પરફોર્મન્સમાં હાજરી ન આપો જો તમારે વચ્ચેથી જ ઉભા થઈને જવું હોય તો.. આ આર્ટ, આર્ટિસ્ટ અને મા સરસ્વતીનો અનાદાર છે.

આ પણ વાંચો: પોતાને આમ આદમી ગણાવતા કેજરીવાલના “શીશમહેલ” સામે રાજવી પેલેસ ટૂંકો પડે