December 19, 2024

સોનિક લેમ્બ હેડફોન્સ મચાવી રહ્યા છે માર્કેટમાં ધૂમ!

Sonic Lamb Headphones Review: Innovative features and immersive sound experience

સોની લેબના હેડફોન

અમદાવાદ: આજના સમયમાં સંગીત સાંભળવું દરેક લોકોને પસંદ આવે છે. તેમાં પણ જો તમને સસ્તા બજેટમાં હેડફોન્સ મળે તો મજા પડી જાય છે. ત્યારે ભારતીય સ્ટાર્ટઅપ રેપ્ચર ઇનોવેશન લેબ્સે તાજેતરમાં તેના પ્રથમ હેડફોન માર્કેટમાં મૂકયા છે.

ડિઝાઇન કેવી છે આ હેડફોન્સની
સોનિક લેમ્બ હેડફોન્સની ડિઝાઇન વિશે વાત કરવામાં આવે તે જોવામાં તો ઓન-ઇયર હેડફોન્સ જેવું જ તમે લાગશે. હેડબેન્ડની જો વાત કરવામાં આવે તો તે ફ્લેક્સિબલ તમને મળશે. જે તમને સારા ફિટિંગ આપે છે અને પહેરવામાં પણ કમ્ફર્ટેબલ રહેશે. આ હેડફોનમાં તમે માઇક કનેક્શન માટે 2.5mm પોર્ટ પણ મળી રહેશે.

ફીચર્સની માહિતી
Sonic Lamb હેડફોનમાં 27mm ટ્રાઇવેટ છે, જે વાઇબ્રેશન સાથે અવાજ ઉત્પન્ન કરે છે. આ સાથે, હેડફોનમાં 40mm સબવૂફર છે, જેના કારણે તેનો અનુભવ ઓડિયો અનુભવ તમને લાજવાબ થઈ જાય છે. તમને જણાવી દઈએ સાઇડ કોડ્સ વિશે તમને જણાવી દઈએ કે તેમાં aptX, aptX HD, AAC અને SBC તેમાં સપોર્ટેડ છે. આ હેડફોન તમને ઇન્સ્ટ્રુમેન્ટલ , કોલ્સ, મીટિંગ્સ, અને પોડકાસ્ટ માટે ઉપયોગી છે. આ મોડમાં ડ્રાઈવર વોકલ અને ક્રિસ્પ સાઉન્ડ આપે છે.

બેઝ સાઉન્ડ
સોનિક લેમ્બ હેડફોન્સમાં જબરદસ્ત બાસ સાઉન્ડ તમને મળશે. જેમાં તમને હિપ-હોપ અને રેપ સંગીત સાંભળવાની મજા પડી જશે. બેટરીની જો વાત કરવામાં આવે તો એકવાર ફુલ ચાર્જ થઈ ગયા પછી, Sonic Lamb હેડફોન Hear મોડમાં 30 કલાક સુધી તમે સાંભળી શકો છો અને તેને ફીલ મોડમાં 15 કલાક, ઇમર્સિવ મોડમાં 12 કલાક અને બીસ્ટ મોડમાં 7 કલાક સુધી તમે સાંભળી શકો છો. તમને જણાવી દઈએ આ હેડફોન 19,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે હાલ તેમની વેબસાઇટ ઉપર રૂપિયા 15,999ની પ્રારંભિક કિંમતે તમે મેળવી શકો છો. આ સુવિધાઓને કારણે માર્કેટમાં તે દરેક હેડફોન્સને ટક્કર આપી રહ્યું છે.