December 24, 2024

રાયબરેલીની જગ્યાએ આ બેઠક પરથી ચૂંટણી લડશે સોનિયા ગાંધી!

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી વર્ષ 2024ના લોકસભા ચૂંટણી કઈ બેઠકથી લડશે એ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આમ તો સોનિયા ગાંધીની પારંપરિક બેઠક તરીકે ઉત્તરપ્રદેશનું રાયબરેલી છે, પરંતુ આ વર્ષે ઉત્તરપ્રદેશની જગ્યાએ દક્ષિણમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમની સીટની પસંદગી કરે તેવા એંધાણ મળી રહ્યા છે. મહત્વનું છેકે, આ ચર્ચા એ સમયે ઉપડી છે જ્યારે તેલંગાણાના મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ ચીફ એ.રેવંત રેડ્ડીની સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે.

સોનિયા ગાંધી અને CM એ.રેવંત રેડ્ડીની મુલાકાત થઈ હતી. એ સમયે એ. રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધીને અપિલ કરી હતી કે તેઓ આ વખતે લોકસભા ચૂંટણી તેલંગાણામાંથી લડે. તેલંગાણાના લોકો સોનિયા ગાંધીને માઁ ના રૂપમાં જોએ છે. આથી તેમણે ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જેના જવાબમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, યોગ્ય સમય પર જવાબ આપવામાં આવશે. નોંધનીય છેકે, તેલંગાણાને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં સોનિયા ગાંધીનો મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. CM એ. રેવંત રેડ્ડીની મુલાકાત સમયે ઉપ મુખ્યમંત્રી મલ્લૂ ભટ્ટી વિક્રમાર્ક અને રાજ્યના રાજસ્વ મંત્રી પી.શ્રીનિવાસ રેડ્ડી પણ સાથે હતા.

તેલંગાણા સરકારની કામગીરીની જાણકારી આપી
તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધીને સરકાર દ્વારા કરવામાં આવેલા દાવાઓ પુરા કરવામાં આવ્યા છે. એ ઉપરાંત બીજા કામો પ્રગતિમાં છે તે વિશે પણ માહિતી આપવામાં આવી છે. સીએમ એ કહ્યું કે, 6 માંથી 2 યોજનાઓ લાગુ કરી દેવામાં આવી છે. જેનો 14 કરોડ મહિલાઓ લાભ લઈ રહી છે.

રાંચીમાં રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી એ પહેલા તેમણે રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ જ્યારે રાંચી પહોંચી હતી. એ સમયે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.