News 360
December 25, 2024
Breaking News

OnePlus 13ને લઈને આવી આ માહિતી!

અમદાવાદ: આજના સમયમાં દરેક લોકો સ્માર્ટફોનનો વપરાશ કરે છે. લોકોની પંસદ જાળવી રાખવી તે પણ ફોન કંપની પર એક મોટી હરીફાઈ રેસ છે. ત્યારે OnePlusના ફોન લોકોને ખુબ પસંદ આવે છે. ત્યારે OnePlusએ તેના ગ્રાહકો માટે OnePlus 12 સિરીઝ લોન્ચ કરી હતી. ત્યાર બાદ હવે OnePlus 13 સંબંધિત કેટલીક માહિતી સામે આવી છે.

હવે કંપનીના આગામી સ્માર્ટફોન OnePlus 13ને લઈને કેટલીક માહિતી સામે આવી છે. ભારતમાં સૌથી મોટી સ્માર્ટફોન બ્રાન્ડ્સને OnePlusને ગણવામાં આવે છે. તમને જણાવી દઈએ કે OnePlus 12 ભારતમાં જાન્યુઆરીમાં Qualcomm ના Snapdragon 8 Gen 3 પ્રોસેસર સાથે લોન્ચ કરાયો હતો. ઓનલાઈન સામે આવેલી માહિતી પ્રમાણે કંપની ગોળાકાર કેમેરા મોડ્યુલને બદલે વર્ટિકલી માઉન્ટેડ કેમેરા સેટઅપ રજૂ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે તે આ ફોન ટ્રિપલ કેમેરા સાથે આવી રહ્યો છે. જો કે OnePlus 12 માં તમને ગોળાકાર કેમેરા મોડ્યુલ જોવા મળે છે.

ચેટ સ્ટેશને દાવો
જો માહિતી વાયરલ થઈ રહી છે તે અનુસાર ચીનની સોશિયલ મીડિયા સાઈટ Weibo પર ચાઈનીઝ ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશને દાવો કર્યો છે કે નેક્સ્ટ જનરેશન OnePlus 2K રિઝોલ્યુશન ડિસ્પ્લે સાથે આવી શકે છે. 50MP મુખ્ય કેમેરા સાથે આ ફોન આવી શકે છે. આ ફોનના એ ફિચર્સ સાથે આવી રહ્યો છે કે જે હજુ સુધી OnePlusના એક પણ મોર્ડલમાં જોવા મળ્યા નથી એ પણ આ ભાવમાં.

OnePlus 12Rમાં આ છે ફીચર્સ
ફોનમાં 6.7-ઇંચની AMOLED સ્ક્રીન છે જે 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ આપે છે. પ્રોસેસરની વાત કરવામાં આવે તો સ્નેપડ્રેગન 8 જનરેશન 2 ચિપસેટનો ઉપયોગ સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે આ હેન્ડસેટમાં કરવામાં આવ્યો છે. રીઅર કેમેરા: ફોનના પાછળના ભાગમાં 50MP પ્રાથમિક Sony IMX890 કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે, સાથે 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 2MP મેક્રો કેમેરા સેન્સર છે. સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો સેલ્ફી પ્રેમીઓ માટે ફોનના આગળના ભાગમાં 16MP કેમેરા સેન્સર ઉપલબ્ધ છે. ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે જે 100W SuperVOOC ફાસ્ટ ચાર્જને સપોર્ટ કરે છે.