December 24, 2024

સુરેન્દ્રનગર જિલ્લાના સોમા પટેલે ભાજપનો બીજી વાર ખેસ ધારણ કર્યો

મલ્હાર વોરા, ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચૂંટણીના અતિમ દિવસોમાં પણ પક્ષ પલટાનો દોર જોવા મળી રહ્યો છે. જેમાં ભૂતકાળમાં ભાજપનો સાથ છોડીને કોંગ્રેસમાં ગયેલા નેતાએ આજે ફરી વખત ઘર વાપસી કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખના હસ્તે ખેસ ધારણ કરીને કોંગ્રેસના આ નેતાએ રામ મંદિરથી પ્રભાવિત થયા હોવાનું કહીને કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે. તેવું નિવેદન આપ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના કદાવર નેતા એવા સોમા ગાંડાંપટેલે ફરી એક વખત ભાજપમાં પ્રવેશ કર્યો છે. સોમા પટેલ ભાજપ પક્ષમાંથી પહેલા પૂર્વ સાંસદ રહ્યા હતા, પરતું ભૂતકાળમાં તે ભાજપ પક્ષ સાથે નારાજ થતા કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા અને ત્યારબાદ તેવો કોંગ્રેસમાં મન મેળ ન થતા કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી ને ફરી ભાજપમાં જોડાયા હતા. ભાજપ પક્ષ માટે થોડાક વર્ષો કામ કર્યા બાદ પક્ષ સાથે છેડો ફાડીને પુન કોંગ્રેસમાં ગયા હતા. જ્યારે હવે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર થયા છે. ચૂંટણી યોજવવાના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તે વચ્ચે હવે સોમા ગાડાં પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી ફરી ભાજપમાં જોડાયા છે.

આ પણ વાંચો: યુદ્ધગ્રસ્ત દેશોમાંથી વિદ્યાર્થીઓને વતન પરત લાવવામાં ‘તિરંગોְ’ બન્યો ગેરંટી

સોમા ગાડાં પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડયા બાદ જણાવ્યું હતું કે ભાજપનો હું જૂનો કાર્યકતા છું. હું આજે મારા ઘરે પરત આવ્યો છું. ભાજપે કરેલા કાર્ય અને રામ મંદિરના નિર્માણ બાદ હું પ્રભાવિત થયો છું. જેથી કોંગ્રેસ છોડી રહ્યો છું. કોંગ્રેસ પક્ષે મારા પરિવારને લોકસભાની ટીકીટ આપવાની વાત કરી હતી પરંતુ તે ના પાડી દીધી હતી. ભાજપ પક્ષ પાસે મેં ટીકીટ કે અન્ય હોદા ની માગ કરી નથી. હું માત્ર કામ કરવા આવ્યો છું. તે પ્રકારનું નિવેદન આપીને સોમા ગાંડા પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખના હાથે ખેસ ધારણ કર્યો હતો.