Hathras Accident: મૃતદેહોના ઢગલા જોઈને ફરજ પરના કોન્સ્ટેબલને હાર્ટ એટેક આવ્યો
Hathras Accident: ઉત્તર પ્રદેશના એટામાં મેડિકલ કોલેજમાં મૃતદેહોના ઢગલા જોઈને ફરજ પરના કોન્સ્ટેબલને હાર્ટ એટેક આવ્યો અને તેમનુ મૃત્યુ થયું હતું. તેઓ KYRT અવગઢ ખાતે પોસ્ટેડ હતા. તેને મેડિકલ કોલેજમાં ઈમરજન્સી ડ્યુટી પર બોલાવવામાં આવ્યા હતા. આટલા બધા મૃતદેહો જોવું તે સહન ન કરી શક્યો જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. કોન્સ્ટેબલ મૂળ અલીગઢ જિલ્લાના બન્ના દેવી પોલીસ સ્ટેશન વિસ્તારના સિદ્ધાર્થનગરનો રહેવાસી હતો.
#Hathras: हाथरस सत्संग में भगदड़, अब तक 27 शव अस्पताल पहुँचे, 70 से 90 लोग अभी है बेहोश…
⚡बड़ी संख्या में जनहानि होने की आशंका।@hathraspolice @dm_hathras#हाथरस #Uttarpradesh https://t.co/8Oqz58M7hA pic.twitter.com/SCtt7AN5C9
— Newslive 24×7 (@kanpurtak) July 2, 2024
યુપીના હાથરસના સિકંદરરૌમાં ભોલેબાબાના સત્સંગ દરમિયાન પંડાલમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં લગભગ 120 લોકોના મોત થયા હતા. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકના જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.
સિકંદરરાઉના ફુલરાઈ ગામમાં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. આ પછી, તમામ ઘાયલોને પહેલા એટાહ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતા. અહીં એક પછી એક 27 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માતમાં કુલ 120 લોકોના મોત થયા છે. જેમને અલગ-અલગ જિલ્લામાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.