January 19, 2025

તાપી પાસે પસાર થતો નેશનલ હાઇવે-52 પર ટોલ પ્લાઝામાં સોલાર પેનલો મુકવામાં આવી

તાપી: તાપી જિલ્લાથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 52 સુરત-ધૂલિયા હાઇવે પર માંડલ ટોલ પ્લાઝા પર સોલાર પેનલો મુકવામાં આવી છે, જેના થકી પર્યાવરણ પર થતી માઠી અસરને રોકવામાં સફળતા મળશે, આ ટોલ પ્લાઝા અન્ય બીજા ટોલ પ્લાઝા માટે પ્રેરણા રૂપ બન્યું છે.

ગુજરાતભરમાં આવેલ ટોલ પ્લાઝા પૈકી તાપી જિલ્લાના નેશનલ હાઇવે નંબર-53 પર આવેલ માંડલ ટોલ પ્લાઝામાં સોલાર પેનલો મુકવામાં આવી છે, આ સોલાર પેનલ થકી વર્ષે સવા બે લાખ યુનિટ વીજળી પેદા થશે, જેથી 185 ટન કાર્બન ડાયોક્સાઇડ પર્યાવરણમાં ઓછો ઉત્સર્જન થશે, એટલે કે એક અંદાજ મુજબ 1,110 ઝાડ ઉગાડવા બરાબર ગણી શકાય, જેથી પર્યાવરણ પર થતી માઠી અસરને અંશતઃ રોકવામાં સફળતા મળશે. આ પહેલ અન્યો ટોલનાકા સહિત બીજા ઔદ્યોગિક યુનિટો અને લોકો અપનાવે તો પર્યાવરણના જતનની સાથે આર્થિક રીતે પણ તે ખુબજ અનુકૂળ રહે તેમ છે.