September 15, 2024

સવારના નાસ્તામાં બનાવો આ રીતે ક્રન્ચી સાબુદાણાનાં વડાં

Sabudana Vada Recipe: શું તમને સવારમાં હળવો નાસ્તો પસંદ છે? પરંતુ તમે એકને એક નાસ્તો ખાઈને કંટાળી ગયા છો? તો અમે તમારા માટે બેસ્ટ ઓપશન લઈને આવ્યા છીએ. આ નાસ્તો તમને ભાવશે તો ખરો જ પરંતુ વારંવાર તમે તેને બનાવશો એટલો ટેસ્ટી બનશે. અમે તમારા માટે સાબુદાણાના વડાની રેસીપી લઈને આવ્યા છીએ. આ રેસીપી બનાવવા માટે તમારે વધારે સમય નહીં લાગે. આવો જાણીએ સાબુદાણાના વડાની આ ખાસ રેસીપી શું છે.

સાબુદાણાના વડા બનાવવા માટેની સામગ્રી
સાબુદાણા – 2 કપ
સીંગદાણા – 1 કપ
બાફેલા બટાકા – 2
સમારેલા લીલા મરચા – 4-5,
કાળા મરી પાવડર,
સ્વાદ મુજબ મીઠું,
સમારેલી કોથમીર,
તેલ – તળવા માટે

આ પણ વાંચો: કાઠિયાવાડી ટેસ્ટમાં બનાવો ભરેલા લસણીયા કંટોલા, આંગળા ચાટતા રહી જાવ એવી રેસીપી

સાબુદાણાના વડા બનાવવાની રીત
સાબુદાણાના વડા બનાવવા માટે તમારે સાબુદાણાને ધોઈને આખી રાત વાસણમાં પલાળી રાખવાના રહેશે. સવારે એક તવાને ગેસ પર રાખી મધ્યમ તાપ પર મગફળીને તમારે તળવાની રહેશે. મગફળી શેક્યા પછી બટાકાને ગેસ પર ઉકળવા માટે રાખવાની રહેશે. હવે તમારે મગફળીને પીસવાની રહેશે. હવે તમારે બાફેલા બટેટા લેવાના રહેશે. તેમાં કાળા મરી નાંખો. સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે તમે આ મિક્સ કરેલ તમામ વસ્તુને વડાનો શેપ આપો. સાબુદાણાના વડાને બંને બાજુથી ક્રિસ્પી અને સોનેરી થાય ત્યાં સુધી તળો. આ સ્વાદિષ્ટ સાબુદાણાના વડાને લીલા ધાણાની ચટણી સાથે સર્વ તમે કરી શકો છો.