January 22, 2025

સ્મૃતિ મંધાનાનું શાનદાર પ્રદર્શન, ODI રેન્કિંગમાં પહોંચી ગઈ આટલામાં સ્થાને

Smriti Mandhana: ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે વનડે સિરીઝનું ઓયોજન કરવામાં આવ્યું હતું. આ સિરીઝ માટે ટીમ ભારત ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગઈ હતી. પરંતુ આ સમયે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. તમામ ખેલાડીનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરી હતી. એમ છતાં ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો: આકાશદીપે સિક્સર ફટકારી તો વિરાટ ચોંકી ગયો, વીડિયો થયો વાયરલ

સ્મૃતિને ફાયદો થયો
ઓસ્ટ્રેલિયા સામેની ODI મેચમાં સદી ફટકારી હતી. અગાઉ તે 5માં સ્થાને હતી. હવે તે બીજા સ્થાન પર આવી ગઈ છે. તેણે ઇનિંગના આધારે રેકિંગમાં મોટી છલાગ લગાવી છે. 734 રેટિંગ પોઈન્ટ સાથે તે હવે બીજા સ્થાન પર પહોંચી ગઈ છે. આફ્રિકાની લૌરા વોલ્વર્ડ્સ. લૌરા 773 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બીજી બાજૂ ટીમ ઈન્ડિયાની મહિલા કેપ્ટનને નુકસાન થયું છે. હરમનપ્રીત કૌર 13માં સ્થાન પર પહોંચી ગઈ છે.