બોડકદેવ વિસ્તારમાં SMCએ ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો, 2 લોકોની કરી ધરપકડ

Ahmedabad: ગુજરાતમાં કેટલીક વાર પ્રતિબંધિત ઈ – સિગારેટનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક રાજ્યમાંથી ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં SMCએ ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદના રાજપથ રંગોલી રોડ પર સેલિસ્ટર ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસે રૂપિયા 4,91,600 કિંમતની 434 ઈ સિગારેટ ઝડપી પાડી છે.
મળતી મહિતી અનુસાર SMCએ 434 ઈ-સિગારેટ ઝડપી પાડી છે. આ સિવાય ઈ-સિગારેટ સાથે રોકડ રૂ. 4,24,920 જપ્ત કરવામાં આવ્યા છે. આ ઘટનામાં SMCએ આરોપી મનન નરોતમ પટેલ અને મોહિત શિવગોપાલ વિશ્વકર્માની ધરપકડ છે. નોંધનીય છે કે, પોલીસે ઈ-સિગારેટ રોકડ અને વાહન સહિત રૂ.43,31,520 ની મત્તા જપ્ત કરી છે. જોકે, આ ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદ ACBએ લાંચિયા અધિકારીને ઝડપ્યો, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે બજાવતો હતો ફરજ