Smartphone Tips: તમારા સિવાય કોઈ સ્વિચ ઓફ નહીં કરી શકે તમારો મોબાઈલ
Smartphone Tips: આજના આધુનિક સમયમાં સ્માાર્ટફોનની સુરક્ષા ખુબ જ જરૂરી છે. ફોનનાં માધ્યમથી માત્ર કોલ અને મેસેજ જ નહીં પરંતુ ઘણા બધા મહત્ત્વના કામ થઈ શકે છે. ઘણા લોકો ફોનમાં મહત્ત્વના દસ્તાવેજોને સ્ટોર કરી રાખે છે. આવામાં તમારા ફોનની સુરક્ષાની ચિંતા રહેતી હોય છે. તો આ ખબરમાં જાણો કે કેવી રીતે તમારા ફોનની સુરક્ષાને વધારી શકાય.
તમારી પરમિશન વિના ફોન સ્વિચ ઓફ નહીં કરી શકે
ફોનની સુરક્ષા માટે જરૂરી છે કે કોઈ અન્ય વ્યક્તિ તમારો ફોન સ્વિચ ઓફ ન કરી શકે. આ માટે તમે પાસવર્ડનો ઉપીયોગ કરી શકો છો. જી હા આગળ જણાવવામાં આવેલી ટ્રીકના માધ્યમથી તમારી પરમિશન વિના કોઈ તમારા ફોનને સ્વિચ ઓફ નહીં કરી શકે. ફોનને સ્વિચ ઓફ કરતા પહેલા તમારે પાસવર્ડ નાંખવાનો રહેશે. ચલો તો જાણીએ કેવી રીતે પાસવર્ડ સેટ કરી શકાય.
આવી રીતે પાસવર્ડ સેટ કરો
- તમારા ફોનને કોઈ પણ વ્યક્તિ તમારી પરમિશન વિના સ્વિચ ઓફ નહીં કરી શકે. આ માટે તમે સૌથી પહેલા મોબાઈલના સેટિંગમાં જાવ.
- તેના પછી સર્ચમાં પાસવર્ડ લખવાનું રહેશે.
- દરેક ફોનનું સેટિંગ અલગ-અલગ હોય છે, આવામાં કોઈ ફોનમાં આ ફિચર્સ પાવર ઓફના નામથી પણ હોય શકે છે.
- સર્ચ બારમાં શોદ્યા પછી તમારે પાવર ઓફ માટે જરૂરી પાસવર્ડના વિકલ્પમાં જવાનું રહેશે, જોકે આ ફિચર્ચ કેટલાક જ ફોનમાં છે.
- પાવર ઓફ માટે જરૂરી પાસવર્ડના વિકલ્પ પર ક્લિક કરો.
- તેના પછી ફોનની લોક સ્ક્રિનનો પાસવર્ડ નાંખવાનો રહેશે.
- આવું કર્યા બાદ તમારા ફોનનું લોક સ્ક્રિન નાંખો અને પછી જ્યારે પણ કોઈ તમારા ફોનને તમારી પરમિશન વિના સ્વિચ ઓફ કરવા માંગશે તો તેને પાસવર્ડ નાંખવો પડશે.
- આવી રીતે તમારા ફોનની સુરક્ષામાં વધારો થશે.