December 24, 2024

ફોનની આવરદા કેટલી હોય છે?

Smartphone LifeSpan: પહેલાના સમયમાં કોઈ પાસે ફોન હતો નહીં. પરંતુ આજના સમયમાં બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો તમામ પાસે આજે ફોન હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મોબાઈલ કેટલા વર્ષ પછી બદલવો જોઈએ? અમે તમારા માટે આ વિશે માહિતી લઈને આવ્યા છીએ.

ફોનની લાઈફ શું છે
મોબાઈલ હવે માત્ર કોલ કરવા માટે જ નહીં. ઘણા એવા બધા કાર્ય છે જે ફોનની મદદથી કરવામાં આવી રહ્યા છે. ફોન વગર આજના સમયમાં કોઈ રહી શકે નહીં. પંરતુ મોટા ભાગના લોકોને તે વિશે માહિતી હોતી નથી કે મોબાઈલનું આયુષ્ય શું છે. નવો ફોન માર્કેટમાં આવે છે અને લોકો તેને લેવા માટે તૂટી પડે છે. એક રિપોર્ટ પ્રમાણે 5 વર્ષ કે તેથી વધુ સમય થઈ ગયો છે અને તમારા ફોનને કંપની તરફથી અપડેટ્સ આવતા નથી તે સમયે તમારે સમજી લેવું જોઈએ કે તમારો ફોન જૂનો થઈ ગયો છે. જે બાદ તમે બદલી શકો છો.

આ પણ વાંચો: સંજુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકિપર બન્યો, આ રીતે કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત

તમારે તમારો ફોન ક્યારે બદલવો જોઈએ?
જ્યારે કોઈ પણ નવો ફોન માર્કેટમાં આવે છે ત્યારે કંપનીઓ 5 વર્ષ માટે અપડેટ્સ આપે છે. ઘણી એવી કંપનીઓ પણ છે જે 7 વર્ષ માટે અપડેટ આપે છે. જોકે ફોનને બદલવા માટે ઘણી બધી બાબતો નિર્ભર છે. જો તમારો ફોન જૂનો થઈ ગયો છે તો તમારે ઘણા જોખમો સાથે તમારે તેને વપરાશમાં લેવો પડશે. જો તમે કોઈ અણધારી સમસ્યાનો સામનો કરવા માંગતા નથી તો તમારે ફોન બદલી નાંખવો એ જ બેસ્ટ ઓપ્શન રહેશે