December 25, 2024

ચોમાસું સિઝનમાં મોબાઈલને સાચવવાની ટિપ્સ, સ્ક્રિન પ્રોબ્લેમ પણ નહીં થાય

Smartphone: ચોમાસું સીઝનમાં મોબાઈલને સાચવવો મોટી મુશ્કેલી સમાન બની રહે છે. વરસાદની સિઝન શરૂ થતાં જ સ્માર્ટફોન યુઝર્સ સામે પડકારો પણ વધી જાય છે. વરસાદ દરમિયાન ભેજ અને પાણીના સંપર્કમાં આવવાથી સ્માર્ટફોનને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે સ્ક્રીન યોગ્ય રીતે કામ કરતી નથી. ચાર્જિંગ પોર્ટમાં પાણી આવવું અને ક્યારેક ડિવાઈસ સંપૂર્ણપણે બંધ થઈ જવું એ સામાન્ય રીતે બનતું રહે છે. નિષ્ણાતો કહે છે કે, વરસાદની મોસમમાં સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા માટે કેટલાક સાવચેતીનાં પગલાં લેવાં જરૂરી છે.

પાણીથી બચાવવો એ પ્રાથમિકતા
સૌ પ્રથમ, સ્માર્ટફોનને પાણીથી બચાવવા માટે વોટરપ્રૂફ કેસ કે કવરનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત, જો ફોન ભીનો થઈ જાય, તો તેને તરત જ બંધ કરો અને તેને સુકવવા મૂકવો જોઈએ. ચાર્જિંગ પોર્ટ અને હેડફોન જેક જેવા સંવેદનશીલ ભાગોને સૂકવવા માટે સમય આપો.બને તો લેમ્પ કે લાઈટની નીચે મૂકી દેવાથી તે ઝડપથી સુકાઈ જાય છે. આ સિવાય હેર ડ્રાયર પણ અહીં સારી રીતે કામ આવે છે. વધુમાં, ખાતરી કરો કે પાવર બટન અથવા અન્ય બટનો દબાવતા પહેલા તમારા હાથ સૂકા છે કે નહીં. જેથી ફોનની અંદર ભેજ ન જાય. જો તમારો સ્માર્ટફોન પાણીમાં પડ્યો છે અને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે, તો તેને તરત જ સર્વિસ સેન્ટર પર લઈ જવો વધુ સારું રહેશે.

આ પણ વાંચો: iPhone 16 Pro Max વેરિઅન્ટમાં હશે આ ખાસ નવા ફીચર્સ

કવર બદલી શકો
ઘણી વાર પાણીમાં પડી જવાને કારણે સોફ્ટવેરમાં પણ મુશ્કેલી ઊભી થાય છે. સ્માર્ટફોન કંપનીઓ પણ તેમના યુઝર્સને વરસાદની મોસમમાં સાવચેત રહેવાની સલાહ આપી રહી છે. તેમના ડિવાઈસને યોગ્ય રીતે ઉપયોગ કરવાની સૂચનાઓ આપી રહી છે. ઘણા સ્માર્ટફોન વોટર પ્રૂફ હોવા છતાં તમારે વરસાદમાં તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે આ સ્માર્ટફોનના મધર બોર્ડને પણ અસર કરી શકે છે.સ્ક્રિન પર કોઈ જ રીતે પાણી ન રહે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બને ત્યાં સુધી ફોનનું કવર ચામડાનું ન હોય તો સારૂ. આનાથી પાણીનો ભેજ સતત ફોનને લાગતો રહે છે. ફેન્સી કે ભારે કવર રાખવાના બદલે સાદા પ્લાસ્ટિકના કવર ચોમાસામાં રાખવાથી ફોન લાંબા સમય સુધી ટકે છે. પ્લાસ્ટિકના કવરમાંથી પાણી ઝડપથી નીતરી જાય છે.