October 4, 2024

આનંદીબેનના ભાષણમાં લાગ્યા “રાજ્યપાલ પાછા જાઓ…” ના નારા

લખનૌઉ: ઉત્તરપ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર શુક્રવારે હંગામા સાથે શરૂ થયું હતું. સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ રાજ્યપાલ આનંદીબેન પટેલના અભિભાષણ સમયે જોરદાર સુત્રોચાર અને હંગામો કર્યો હતો. આ સમયે સપા સદસ્યોં દ્વાર ‘રાજ્યપાલ પાછા જાઓ…’ તેવા નારા લાગ્યા હતા. જેને લઈ રાજ્યપાલ આનંદીબેન પટેલ નારાજ થયા કહ્યું કે, હજુ જોરથી હંગામો કરો… આ હંગામાની વચ્ચે આનંદીબેન પટેલે પોતાનું અભિભાષણ પૂરુ કર્યું હતું.

પક્ષના લોકો ‘શ્રીરામ’ સાથે તો વિપક્ષ ‘વિરોધ’માં
વિધાનસભા સત્રની શરૂઆત જય શ્રી રામના નારા સાથે થઈ હતી. ભાજપ અને તેના સાથી પક્ષો પોતાના ગળામાં ‘શ્રી રામ’ના નામના પ્લેકાર્ડ પહેરીને પહોંચ્યા હતા. બીજી તરફ સમાજવાદી પાર્ટી હાથમાં લાલ ટુવાલ અને પ્લેકાર્ડ લઈને પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ બેરોજગારી, મોંઘવારી, કાયદો અને વ્યવસ્થા અને ખેડૂતોના મુદ્દાઓ પર સૂત્રોચ્ચાર કર્યા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ભાષણ
વિધાનસભા સત્ર પહેલા સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષો પાસેથી સહયોગની અપીલ કરી હતી, પરંતુ સપાના ધારાસભ્યો પહેલાથી જ બેનરો અને પ્લેકાર્ડ લઈને પહોંચ્યા હતા અને સંબોધન દરમિયાન ઘણા સભ્યો વેલમાં પણ પહોંચી ગયા હતા. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે, તેઓ અયોધ્યામાં ભગવાન રામના તેમના જીવનની સલામત પૂર્ણાહુતિ પર તેમના ભવ્ય અભિષેકને અભિનંદન આપું છે. હું વર્ષ 2024માં શરૂ થનારા વિધાનસભા સત્રના તમામ સભ્યોનું સ્વાગત કરું છું.

આ વિધાનસભા યુપી રાજ્યમાં 25 કરોડ લોકોની આકાંક્ષાઓનું કેન્દ્ર છે. છેલ્લા 6 વર્ષથી યુપી વિધાનસભા સકારાત્મક ચર્ચાઓ માટે જાણીતી છે. હું વિપક્ષી મિત્રોને અપીલ કરીશ કે માનનીય સભ્યોની ભાવનાઓને પક્ષની રાજનીતિથી દૂર કરીને તેમને સકારાત્મક કેન્દ્ર બનાવવાની તક છે. તમામ સભ્યોને વિધાનસભામાં તેમના વિચારો વ્યક્ત કરવાની તક મળશે. મને વિશ્વાસ છે કે વિરોધ પક્ષો પણ વિધાનસભાને સકારાત્મક ચર્ચાનું કેન્દ્ર બનાવશે. વિધાનસભામાં સાચી અને વાસ્તવિક માહિતી મૂકવામાં આવશે.

આનંદીબેન સામે ‘પાછા જાઓ…’ના નારા લાગ્યા
રાજ્યપાલ આનંદીબેન પટેલેનું સંબોધન શરૂ થતાની સાથે જ સપાના સભ્યોએ સૂત્રોચ્ચાર અને હંગામો મચાવ્યો હતો. વિપક્ષના તમામ સભ્યો રાજ્યપાલને “પાછા જાઓ…” કહેતા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ દરમિયાન ભાજપના સભ્યોએ પણ હોબાળો શરૂ કર્યો હતો. જો કે,રાજ્યપાલે તેમનું સંબોધન ચાલુ રાખ્યું હતું. અંતમાં રાજ્યપાલે પણ સૂત્રોચ્ચારનો જવાબ આપતા કહ્યું કે, કોણ જશે એતો પછી જ ખબર પડશે, હું તો જવાની નથી.