December 24, 2024

કર્ણાટકના ડેપ્યુટી સીએમ શિવકુમારને ઝટકો, SCએ CBI તપાસ રદ્દ કરતી અરજી ફગાવી

Karnataka News: સુપ્રીમ કોર્ટે સોમવારે કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડિકે શિવકુમારને ઝટકો આપ્યો છે. કોર્ટે શિવકુમારની તે અરજીને રદ્દ કરી દીધી જેમાં તેમની ઉપર આવક કરતાં વધુ સંપત્તિના કથિત કેસમાં CBI દ્વારા કરવામાં આવેલ કેસ રદ્દ કરવાની માંગ કરી હતી. કહેવાઈ રહ્યું છે કે શિવકુમારે કેસને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દાખલ કરવાને લઈને વાંધો ઉઠાવ્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં તપાસ રદ્દ કરવા માટે માંગ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેમની અરજી રદ્દ કરી દીધી છે.

સુપ્રીમ કર્ણાટક હાઇકોર્ટના આદેશમાં દખલ નહિ કરે: SC 

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ એસસી શર્માની બેન્ચે કહ્યું કે તેઓ કર્ણાટક હાઈકોર્ટના આદેશમાં દખલ કરવા તૈયાર નથી, એટલે શિવકુમારની અરજી ફગાવી દેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે શિવકુમારે આ પહેલા CBI કેસ રદ્દ કરવા માટે કર્ણાટક હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેમને કર્ણાટક હાઇકોર્ટ માંથી પણ રાહત નહોતી મળી. હાઇકોર્ટે આ મામલે CBIને ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ આપવા માટે કહ્યું હતું.

શિવકુમાર પર શું છે CBIના આરોપો?
CBIએ આરોપો લગાવ્યા છે કે ડિકે શિવકુમારે 2013થી 2018 દરમિયાન કોંગ્રેસ સરકારમાં મંત્રી પદ રહેતા દરમિયાન પોતાની આવક કરતાં વધારે અપ્રમાણસર મિલકત ઊભી કરી હતી. CBIએ આ મામલે 3 સપ્ટેમ્બર 2020ના રોજ કેસ દાખલ કર્યો હતો. તો, ડિકે શિવકુમારે આ મામલાને 2021માં પડકાર્યો હતો.