December 23, 2024

Yashasvi Jaiswal રચશે ઇતિહાસ, રોહિત-બાબર રહી જશે પાછળ

SL vs IND: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની T-20 શ્રેણીની પ્રથમ મેચમાં 43 રને જીત મેળવી લીધી છે. આ જીતની સાથે પ્રથમ T20 મેચમાં યશસ્વી જયસ્વાલે 40 રન બનાવ્યા હતા અને આ ઇનિંગની મદદથી તે આ વર્ષમાં જ 1000 રન બનાવવાની ખૂબ નજીક પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 213 રન બનાવ્યા હતા. આ મેચ દરમિયાન ભારત તરફથી પંત, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ ઉપરાંત કેપ્ટન સૂર્યાએ જોરદાર ઇનિંગ રમી હતી.

સારી શરૂઆત કરી
214 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત સારી જોવા મળી હતી. પરંતુ અંતે ભારતીય બોલરોએ શ્રીલંકન ટીમને ટાર્ગેટ હાંસલ કરવા દીધો ન હતો અને જીત ટીમ ઈન્ડિયાએ મેળવી હતી. યશસ્વી જયસ્વાલે 40 રન બનાવ્યા હતા. 40 રન બનાવતાની સાથે તે 1000 રન બનાવવાની ખૂબ નજીક પહોંચી ગયો હતો. યશસ્વીને બીજી T20 મેચમાં 7 રનની જરૂર છે અને જો તે આ રન બનાવશે તો તે ઈતિહાસ રચી દેશે.

આ પણ વાંચો: Paris Olympics 2024માં ભારતનું બીજા દિવસનું શેડ્યૂલ

યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન
ભારતીય ટીમના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલનું આ વર્ષ ખુબ સારું રહ્યું છે. તેનું તમામ મેચમાં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું છે. શ્રીલંકા સામે રમાઈ રહેલી ત્રણ મેચોની T20 શ્રેણીની પ્રથમ ટી20 મેચમાં તેણે 21 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 190.47ના સ્ટ્રાઈક રેટથી 40 રન બનાવ્યા હતા. જો તે શ્રીલંકા (IND vs SL) સામેની બીજી T20I મેચમાં માત્ર તે 7 રન બનાવશે અને તેના નામે તે વધુ એક રેકોર્ડ બનાવી દેશે. આ મામલે શ્રીલંકાના કુસલ મેન્ડિસ બીજા સ્થાને છે, જેણે 25 મેચની 27 ઇનિંગમાં 878 રન બનાવ્યા અને રોહિત શર્મા 17 મેચની 22 ઇનિંગ્સમાં 833 રન સાથે ચોથા સ્થાન પર છે.