January 8, 2025

બાંગ્લાદેશમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર, ચિન્મય દાસની સુનાવણી પહેલા વકીલ પર હુમલો, ICUમાં દાખલ

Bangladesh: હાલમાં બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસા જોવા મળી રહી છે. તાજેતરમાં ઈસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસની દેશદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી દેશમાં તેમની મુક્તિની માંગ ઉઠી રહી છે. તેમના જામીન અંગેની સુનાવણી આજે 3જી ડિસેમ્બરે હાથ ધરાશે. હવે ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે સોમવારે દાવો કર્યો હતો કે ચિન્મય દાસનો કેસ લડનારા વકીલ રમણ રોય પર ખરાબ રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે.

રાધારમણ દાસના કહેવા પ્રમાણે, રોયની એક જ ભૂલ છે જેના કારણે તેમના પર હુમલો થયો અને તે એ છે કે તેઓ પ્રભુ ચિન્મયનો કેસ લડી રહ્યા છે. રાધારામણ દાસે એ પણ જણાવ્યું કે ઇસ્લામ ધર્મના કટ્ટરપંથીઓએ વકીલના ઘરમાં તોડફોડ કરી. કોલકાતાના ઇસ્કોનના પ્રવક્તાએ કહ્યું કે વકીલ રોય આ હુમલામાં ખરાબ રીતે ઘાયલ થયા છે અને તેઓ હાલમાં આઈસીયુમાં છે અને જીવન અને મરણની લડાઈ લડી રહ્યા છે.

રાધારામણ દાસે રમણ રોયની તસવીર શેર કરી અને તેને સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરી અને કહ્યું, વકીલ રમણ રોય માટે પ્રાર્થના કરો. તેમનો એક માત્ર દોષ એ છે કે તે ચિન્મય પ્રભુનો કેસ લડી રહ્યા છે. ઇસ્લામિક કટ્ટરપંથીઓએ તેના ઘરની તોડફોડ કરી અને તેના પર એટલી ખરાબ રીતે હુમલો કર્યો કે તે હાલમાં ICUમાં છે.

આ પણ વાંચો: નરગીસ ફખરીની બહેનનો ખૂની ખેલ, ડબલ મર્ડર કેસના આરોપમાં ન્યૂયોર્ક પોલીસે કરી ધરપકડ

ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરે ચટગાંવના કોતવાલી પોલીસ સ્ટેશનમાં હિન્દુ સંત ચિન્મય દાસ સહિત 19 લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર હિન્દુ સમુદાયની એક રેલી દરમિયાન ચિટગોંગના ન્યુ માર્કેટ વિસ્તારમાં બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ હતો. આ પછી, તેના જામીન અંગેની સુનાવણી આજે ધરાશે.