December 19, 2024

સિરી હવે પહેલા કરતાં વધુ સ્માર્ટ બનશે, જુઓ લેટેસ્ટ અપડેટ

અમદાવાદ: આજના સમયમાં AIની સુવિધા આવી ગઈ છે. મોટા ભાગના લોકો પણ પસંદ કરી રહ્યા છે. ત્યારે હવે આ દિવસોમાં Apple તેની આગામી ઓપરેટિંગ સિસ્ટમ iOS 18 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. એક માહિતી અનુસાર તે Ajax લાર્જ લેંગ્વેજ મોડલ (LLM) પર આધારિત હશે જે જનરેટિવ ક્ષમતાઓ સાથે માર્કેટમાં આવશે.

અપગ્રેડ ઓફર કરવાની યોજના
Apple આ વર્ષે લોન્ચ થનારા તેના ગેજેટ માટે ફેરફારોની તૈયારી કરી રહ્યું હોવાની વિગતો મળી રહી છે. જો આ અહેવાલોની વાત માનવામાં આવે તો કંપની આઇઓએસ 18 અપડેટ સાથે તેના ઉપકરણોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઘણા હાર્ડવેર અપગ્રેડ ઓફર કરવાની યોજના બનાવી રહી છે. દાવા પ્રમાણે AIની મદદથી iPhoneના Safari, Notes, Siri અને અન્ય એપ્સના યુઝર એક્સપિરિયન્સને બહેતર બનાવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ડીપફેક પર એલન મસ્કની મોટી યોજના

લેખોનો સારાંશ જનરેટ
AI ફિચર્સની વાત કરવામાં આવે તો સ્પોટલાઇટ સર્ચ, સિરી, મેસેજ, મેઇલ દસ્તાવેજ વિશ્લેષણ અને AI આધારિત શોધ વિકલ્પનો સમાવેશ થાય છે. AI સુવિધાઓમાં ટેક્સ્ટ સારાંશ એ મુખ્ય AI હાઇલાઇટ છે. મહત્વની વાત એ છે કે સિરી પહેલા કરતા વધુ સ્માર્ટ બની જશે. સિરીને ઘણી iPhone એપ્સ સાથે ઈન્ટિગ્રેટ કરવામાં આવશે. જેમાં સિરી મેસેજ વાંચ્યા બાદ ઓટોમેટિક રિપ્લાય જનરેટ કરી શકશે. આ ફેરફારો થોડા જ દિવસોમાં તમને જોવા મળશે. હાલ આ તમામ અપડેટ પરીક્ષણમાં ચાલી રહ્યું છે. કંપની 10 જૂને યોજાનારી WWDC ઈવેન્ટમાં આમાંના કેટલાક ફીચર્સ બતાવી શકે છે.