કોલ્ડપ્લે કોન્સર્ટ પહેલા ભોલેનાથના દરબારમાં GF સાથે સિંગર ક્રિસ માર્ટિન, બ્રેકઅપના અફવાઓ પર મારી બ્રેક
મુંબઈ: કોલ્ડપ્લે બેન્ડ સિંગર ક્રિસ માર્ટિન મુંબઈમાં કોન્સર્ટ કરવા જઈ રહ્યો છે. પરંતુ કોન્સર્ટ પહેલા સિંગર તેની ગર્લફ્રેન્ડ અને અમેરિકન એક્ટ્રેસ ડાકોટા જોન્સન સાથે ભોલેનાથના દરબારમાં પહોંચ્યો હતો. તાજેતરમાં તેમના બ્રેકઅપની અફવાઓ વેગ પકડી રહી હતી. બંને ફરી સાથે આવ્યા અને સાબિત કરી દીધું કે તેમની વચ્ચે બધુ બરાબર છે. ક્રિસ માર્ટિન અને ડાકોટા જોન્સન મુંબઈના બાબુલનાથ મંદિરે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ભગવાન શિવના આશીર્વાદ લીધા હતા. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય પોશાકમાં જોવા મળ્યા એક્ટ્રેસ
ભગવાનના દર્શન કરવા પહોંચેલા ક્રિસ અને ડાકોટા પરંપરાગત ભારતીય પોશાકમાં જોવા મળ્યા હતા. જ્યાં ક્રિસે બ્લુ કલરનો કુર્તો પહેર્યો હતો. આ દરમિયાન ડાકોટા સિમ્પલ પ્રિન્ટેડ સૂટ પહેરીને આવી હતી. ક્રિસે પણ તેના ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરી હતી.
ક્રિસ અને ડાકોટાએ નંદીના કાનમાં પ્રાર્થના કરી
ક્રિસ માર્ટિન અને ડાકોટા જોન્સન બંનેએ હિંદુ રિવાજોને ધ્યાનમાં રાખીને પ્રાર્થના કરી હતી. બંનેએ શિવના પ્રિય નંદીના કાનમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરી પ્રાથના કરી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.