સિમરને મહિલાઓની 200 મીટર T12 રેસમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
Paris Paralympics 2024: ભારતીય પેરા એથ્લેટ્સ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં તમામ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જોરદાર પ્રદર્શનના કારણે આધારે મેડલની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવે તેમાં સિમરન શર્માનું નામ પણ જોડાઈ ગયું છે, જેણે મહિલાઓની 200 મીટર T12 રેસની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.
બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય પેરા એથ્લેટ સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર T12 સ્પર્ધાની ફાઇનલમાં 24.75 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. 24.75 સેકન્ડમાં રેસ પુર્ણ કરતાની સાથે તે ત્રીજા સ્થાને રહી હતી અને તેણે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. સિમરને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ વખતે ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પેરાલિમ્પિક્સમાં જોવા મળ્યું છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ તો વિરાટ-સૂર્યાને પણ છોડી દીધા, ફટકારી તોફાની સદી!
ભારતે કુલ આટલા મેડલ કર્યા પ્રાપ્ત
ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ટોટલ 29 મેડલ જીત્યા છે જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે.મેડલ ટેલીમાં ભારત 15માં નંબર પર છે. ચીન 91 ગોલ્ડ સાથે નંબર વન પર છે. બ્રિટને 46 ગોલ્ડ મેડલ જીત્યા છે અને તે બીજા સ્થાને છે. જેવલિન થ્રોની F41 કેટેગરીની ફાઇનલમાં ભારતના નવદીપે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ પહેલા તેને આ જ ઇવેન્ટમાં સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ઇરાન પ્રજાસત્તાકની સયાહ બાયતે ગોલ્ડ જીત્યો હતો. પરંતુ ત્યારબાદ ઈરાનના પેરા એથલીટને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. આ કારણે ભારતના નવદીપે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. નવદીપે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતાની સાથે ગોલ્ડ મેડલની સંખ્યા 7 થઈ ગઈ હતી.