January 7, 2025

સેલવાસમાં ગમખ્વાર અકસ્માત; સુરતના 4 મિત્રોનાં મોત, એક ઇજાગ્રસ્ત

દાદરાનગર હવેલીઃ સેલવાસના દુધની રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગાડી પલટી મારી જતા પાંચ મિત્રોમાંથી ચારનાં મોત નીપજ્યા છે. જ્યારે એક ઇજાગ્રસ્ત થયો છે. તેને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ખાનવેલ-દુધની રોડ પર આવેલા ઉપલા મેઢા ગામે આ અકસ્માત સર્જાયો છે. જેમાં ખાનવેલ તરફ આવતી વખતે ઘાટ પર ઘટના બની છે. ઘાટ ઉતરતી વખતે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર મોટા પથ્થર સાથે અથડાઈ હતી. ત્યારબાદ કાર ત્રણથી ચારવાર પલટી મારી ગઈ હતી. જેમાં ચાર મિત્રોનાં મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આણંદમાં ગમખ્વાર અકસ્માતમાં 3નાં મોત
આણંદના તારાપુર-ધર્મજ હાઇવે પર આવેલા વડદલા પાટીયા નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. ત્યારે ઘટનાસ્થળે જ ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.