January 21, 2025

સિદ્ધપુર હાઇવે પર જંબેશ્વર હોટેલ પાસેથી શંકાસ્પદ ઘી-વેજ ફેટનો જથ્થો જપ્ત

પાટણઃ જિલ્લામાં તહેવારો પહેલાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે. જેમાં સિદ્ધપુરમાંથી વધુ એક શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. સિદ્ધપુર હાઇવે પર આવેલી જંબેશ્વર હોટલ પાસેથી શંકાસ્પદ ઘી અને વેજ ફેટનો જથ્થો ઝડપાયો છે.

ટેમ્પામાંથી શંકાસ્પદ ઘી અને વેજ ફેટનો 297 કિલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘી અને વેજ ફેટનો જથ્થો ટ્રાવેલ્સ મારફતે મુંબઈ તરફ સપ્લાય કરવામાં આવતો હતો. કાણોદરના નજરમહંમદ ગુલામ હુસેન ભોરણીયા ઘીનો જથ્થો ટેમ્પોમાં લાવ્યો હતો. આ જથ્થાનું વદાણી ખુશ્બુ એન્ટરપ્રાઇઝ ખાતે લેબલિંગ કરવામાં આવતું હતું.

વદાણી ખાતે ખુશ્બુ એન્ટરપ્રાઇઝમાં નજરમહંમદ ગુલામ હુસેન ભોરણીયા ચલાવતો હતો. વદાણી ખુશ્બુ એન્ટરપ્રાઇઝને ફૂડ વિભાગે સીલ માર્યું છે. આ સાથે જ વદાણી ખાતે ખુશ્બુ એન્ટરપ્રાઇઝમાં રહેલો જથ્થો સિઝ કરી બે સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે.