સિધ્ધપુર ફિલ્ડ પત્રકાર યુનિયનએ ‘સિદ્ધપુરની સમસ્યાઓ’ વોટ્સએપ ગ્રૂપ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપી
સિધ્ધપુર: સિધ્ધપુર શહેરમાં સોશિયલ મીડિયામાં અનેક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યા છે જેમાં સિદ્ધપુરની સમસ્યાઓ ગ્રુપ દ્વારા સિધ્ધપુર ફીલ્ડ પત્રકાર યુનિયન વિરુદ્ધ નકારાત્મક સમાચારો ફરતા કરતાં આ બાબતની જાણ સિદ્ધપુર ફિલ્ડ પત્રકાર યુનિયનના સભ્યોને જાણ થતાં યુનિયનએ તાકીદની મીટીંગ બોલાવી ચર્ચા વિચારણા કરી હતી. એસોસિયેશન વિરુદ્ધ બદનક્ષી થાય તેવા સમાચારો વહેતા કરનાર સિદ્ધપુરની સમસ્યાઓ નામના સોશિયલ મીડિયા ગ્રૂપ વિરુદ્ધ સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
સિધ્ધપુરના પત્રકારોને બદનામ કર્યા
સિધ્ધપુરના પોલીસ ઇન્સ્પેક્ટરને સંબોધીને જણાવ્યું છે કે અમો યુનિયનના સભ્યો આપશ્રીને લેખિતમાં જાણ કરીએ છીએ કે આજ તારીખ 01/07/2024ના રોજ સિદ્ધપુરની સમસ્યાઓ નામના સોશિયલ મીડિયાના વોટ્સએપ ગ્રુપમાં સિદ્ધપુરના પત્રકારો વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી પત્રકારો વિરુદ્ધમાં ખોટી ટીપ્પણી કરી શહેરના પત્રકારોને બદનામ કરવાના આરોપો લગાવ્યા છે. આ ગ્રૂપમાં લખાયેલના સ્ક્રીન શોટ લઇ તેની પ્રિન્ટ કરી છે જેની કોપી આ અરજી સાથે સામેલ છે તો આપશ્રી સાહેબને અમારા તમામ સિદ્ધપુર ફિલ્ડ પત્રકાર યુનિયનના સભ્યોની નમ્ર અપીલ છે કે સિદ્ધપુરની સમસ્યા ગ્રુપ ચલાવનાર અને ખોટી ટીપ્પણી કરી પત્રકારો ને બદનામ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરીએ છીએ.