December 23, 2024

Shubman Gillને કેપ્ટનશિપ વિશે કોઈ ખ્યાલ નથી!

Shubman Gill: ભારતીય ટીમના પૂર્વ સ્પિનર ​​અમિત મિશ્રાએ શુભમન ગિલને લઈને મોટું નિવેદન આપ્યું છે. અમિત મિશ્રાએ એક મીડિયા સાથેની વાતચીતમાં શુબમન ગિલની કપ્તાની પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે શુભમન ગિલને કેપ્ટનશિપનો કોઈ ખ્યાલ નથી. તેના સિવાય તેણે રુતુરાજ ગાયકવાડને સુકાનીપદ માટે વધુ સારો વિકલ્પ ગણ્યો છે.

આશ્ચર્યજનક નિવેદન આપ્યું
ગિલે કપ્તાનીમાં ભારતને તેની પ્રથમ T20I શ્રેણીમાં જીત અપાવી હતી. ગિલની કેપ્તાનીને લઈને ​​અમિત મિશ્રાએ ખૂબ જ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તેમના નિવેદનને કારણે BCCI પણ શંકાના દાયરામાં આવ્યું છે. ગિલે આ પહેલા આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સ ટીમની કેપ્ટનશિપ કરી છે. અમિત મિશ્રાએ કહ્યું કે હું શુભમનને કેપ્ટન નહીં બનાવીશ, કારણ કે મેં તેને IPLમાં જોયો હતો. તેને કેપ્ટનશીપ કેવી રીતે કરવી તે આવડતું નથી.

આ પણ વાંચો: પાકિસ્તાનને ધૂળ ચટાડી યુવરાજ સિંહની સેના WCLની વિજેતા બની

નિર્ણય પર સવાલ ઉઠાવું
શુભમન ગિલને આઈપીએલમાં જોયો હતો અને તેને ખબર નથી કે કેપ્ટનશીપ કેવી રીતે કરવી. તેને કેપ્ટનશિપ કેવી રીતે કરાય તેનો તેને ખ્યાલ નથી. આવી સ્થિતિમાં હું તેને કેપ્ટન બનાવવાના નિર્ણય પર સવાલ કરું છુ અને સંજુ સેમસન, ઋષભ પંત, રુતુરાજ ગાયકવાડમાં ટી-20માં ભારતની કેપ્ટનશિપ કરવાની ક્ષમતા હોવાનું જણાવ્યું હતું.