Shubman Gill સોશિયલ મીડિયા પર કેમ થયો ટ્રોલ?
Shubman Gill: ઝિમ્બાબ્વે સામે રમાયેલી ચોથી T20 મેચમાં ભારતનો 10 વિકેટે વિજય થયો હતો. આ મેચ દરમિયાન યશસ્વી જયસ્વાલે 93 રન બનાવ્યા હતા. શુભમન ગીલે 58 રનની અણનમ ઇનિંગ રમી હતી. પરંતુ આ મેચમાં જીત મળવા છતાં શુભમન ગીલની ટીકા થઈ રહી છે. લોકો અલગ અલગ પ્રકારે ગિલને ટ્રોલ કરી રહ્યા છે. ઘણા સ્વાર્થી તો ઘણા તેની કેપ્ટનશિપ પર સવાલો કરી રહ્યા હતા.
આકરી ટીકા થઈ રહી છે
ભારતીય યુવા ટીમે પાંચ મેચની T20 શ્રેણીમાં 3 મેચમાં જીત અને 1 મેચમાં હારનો સામનો કર્યો છે. 4 મેચ દરમિયાન જીતના હીરો યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન શુભમન ગિલ રહ્યા હતા. પરંતુ આ જીત બાદ શુભમન ગિલ ટ્રોલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા થઈ રહી છે. ગિલની ટીકા એટલા માટે થઈ રહી છે કારણ કે લોકોનું માનવું છે કે યશસ્વીએ આ મેચમાં તેની સદી સરળતાથી પૂરી કરી હોત જો ગિલ તેની ફિફ્ટી બનાવવા માટે મોટા શોટ ન રમ્યો હોત અને યશસ્વીને સદી ફટકારવાની તક આપી હોત.
🤜🏻🤛🏻 🇮🇳 pic.twitter.com/x2m0FbBAkZ
— Shubman Gill (@ShubmanGill) July 13, 2024
આ પણ વાંચો: પાકિસ્તાનને ધૂળ ચટાડી યુવરાજ સિંહની સેના WCLની વિજેતા બની
Shubman Gill once run out Rohit, didn't let Jaiswal complete his century.
Jaiswal run out Ruturaj twice, plays according to personal milestone.
Then there is Ruturaj, always sacrificed for the team, for other players, no jealousy, no insecurities.I stan right human ❤️🙏🏻 pic.twitter.com/88ycEB8oHM
— Max Unwell (@thalaterritory) July 13, 2024
ગિલ છે ખરાબ કેપ્ટન?
લોકો ગિલની ટીકા કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે ટીમ પાસે જીતવા માટે પૂરતી ઓવરો હતી અને તેથી જો ગિલે જયસ્વાલને સદી પૂરી કરવાની તક આપી હોત તો સારું થાત. લોકો આરોપ લગાવી રહ્યા છે કે ગિલે જાણી જોઈને જયસ્વાલને સદી ફટકારવા દીધી ન હતી. આ કારણથી તેને ખરાબ કેપ્ટન લોકો ગણાવી રહ્યા છે.