November 18, 2024

DC vs GT: શુભમન ગિલે IPLમાં રચ્યો ઈતિહાસ

IPL 2024: ગઈ કાલે સિઝનની 40મી મેચ હતી. જેમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં ગુજરાતની ટીમ ટોસ જીત્યો હતો. જેમાં પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય ગુજરાતની ટીમે કર્યો હતો. જે આગળ જઈને ખોટો સાબિત થયો હતો. કારણ કે ગુજરાતની ટીમને ગઈ કાલની મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગુજરાતની ટીમને હાર મળી છતાં ટીમના કેપ્ટનના નામે એક રેકોર્ડ બન્યો છે. આવો જાણીએ શું બન્યો છે આ રેકોર્ડ.

આઈપીએલમાં ઈતિહાસ રચ્યો
દિલ્હી કેપિટલ્સ સામેની મેચ શુભમન ગિલની આ 100મી મેચ હતી. તમને જણાવી દઈએ કે આવું કરનારો 65મો ખેલાડી બની ગયો છે. શુભમન ગિલ IPLમાં 100 મેચ રમનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયો છે. આ રેકોર્ડ પહેલા વિરાટના નામે હતો. પરંતુ હવે આ રેકોર્ડ શુભમન ગિલના નામે છે. તમને જણાવી દઈએ કે IPLમાં 100 મેચ રમનાર બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

આ પણ વાંચો: ઋતુરાજ ગાયકવાડે ઓરેન્જ કેપની યાદીમાં કરી દીધો મોટો ફેરફાર

સૌથી આગળ છે
24 વર્ષની ઉંમરમાં 221 દિવસ – રાશિદ ખાન, 24 વર્ષ ઉંમરમાં 229 દિવસ – શુભમન ગિલ 25 વર્ષ ઉંમરમાં 182 દિવસ – વિરાટ કોહલી 25 વર્ષ ઉંમરમાં 335 દિવસ – સંજુ સેમસન 26 વર્ષ ઉંમરમાં 108 દિવસ – પીયૂષ ચાવલા છે. આઈપીએલમાં શુભમન ગિલે અત્યાર સુધીમાં 3088 રન બનાવ્યા છે. જેમાં એવરેજ 38.12 અને સ્ટ્રાઈક રેટ 135.20 હતી. અત્યાર સુધીમાં તેણે આઈપીએલમાં કુલ ત્રણ સદી ફટકારી છે.