ગિલે સદી બાદ જણાવી આ ખાસ સફળ યોજના

IND vs BAN: બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં ભારતીય ટીમની બીજી ઇનિંગમાં શુભમન ગિલના બેટમાંથી શાનદાર સદી જોવા મળી હતી. પહેલા દાવમાં તો તે શૂન્ય પર આઉટ થયા બાદ ગિલને ટીકાઓેનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજી ઇનિંગમાં તેણે તમામને કડક જવાબ આપ્યો હતો.
બેટથી શાનદાર સદી
સિરીઝના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું હતું. ભારતીય ટીમના બીજા દાવમાં શુભમન ગિલ અને પંતના બેટનો જાદુ જોવા મળ્યો હતો. ગિલને પહેલા દાવમાં ખાતું ખોલાવ્યા વગર પરત ફરવાનો વારો આવ્યો હતો. પરંતુ બીજો દાવ એવો બનાવ્યો કે તેણે દરેકને ચોંકાવી દીધા હતા. ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા પછી, ગિલે તેની સદી વિશે પણ કહ્યું કે તેણે આ સિરીઝની શરૂઆત પહેલા સ્પિન બોલરોનો સામનો કરવા માટે ખાસ તૈયારી કરી હતી.
આ પણ વાંચો: રિષભ પંતનું 638 દિવસ બાદ પુનરાગમન, તોડ્યો ‘ગબ્બર’નો રેકોર્ડ
શોટ રમવાનું નક્કી
ચેન્નાઈ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની સમાપ્તિ પછી પ્રેસ કોન્ફરન્સમાં ગિલે આ સદીને લઈને વાત કરી હતી. તેણે કહ્યું કે હું પ્રેક્ટિસ કરતો હતો ત્યારે હું સ્પિનરો સામે આગળ જઈને શોટ રમવાનો પ્રયાસ કરતો હતો. મેં અહીં બાંગ્લાદેશના સ્પિનરો સામે પણ આ જ રણનીતિ અપનાવી હતી. હું નાનો હતો ત્યારથી આ પ્રકારની ગેમ રમવાનો પ્રયાસ કરી રહ્યો છું. મારી હાઈટ વધારે છે. જેના કારણે બોલ સુધી પહોંચવું નોર્મલ કરતા આસાન હતું. આ પહેલા હું આવું કરી શકતો ના હતો. પરંતુ સતત મહેનત ના કારણે હું આવું કરવામાં સફળ રહ્યો છું. ગિલે પંત વિશે કહ્યું કે અમે બધા તેનાથી ખૂબ જ ખુશ છીએ.