February 13, 2025

શુભમન ગિલે કેપ્ટન રોહિત શર્માની કરી લીધી બરાબરી, 25 વર્ષની ઉંમરે પ્રાપ્ત કરી આ સિદ્ધિ

IND vs ENG: અમદાવાદના મેદાન પર ટીમ ઈન્ડિયાએ ODI સિરીઝ 142 રનથી જીત પ્રાપ્ત કરી લીધી હતી. આ મેચમાં હિરો શુભમન ગિલ સાબિત થયો હતો. તેણે 112 રનની શાનદાર સદી ફટકારી હતી. આવું કરતાની સાથે તેણે ઘણા રેકોર્ડ તોડ્યા છે. જેમાં એક રેકોર્ડમાં તેણે એક ખાસ યાદીમાં કેપ્ટન રોહિત શર્માની બરાબરી પણ કરી લીધી છે. આવો જાણીએ.

આ પણ વાંચો: Champions Trophy 2025: જાણો ચેમ્પિયન્સ ટ્રોફીના તમામ 8 દેશોની જર્સીની કિંમત

પાંચમી વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો
અમદાવાદના મેદાનમાં ગિલનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ત્રણ ઇનિંગ્સમાં 86.33 ની સરેરાશથી 259 રન બનાવ્યા હતા. તેના શાનદાર પ્રદર્શન બદલ તેને ત્રીજી મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ગિલે તેના ODI કારકિર્દીમાં 5મી વખત આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. આવું કરતાની સાથે તેણે રોહિતની બરાબરી કરી લીધી છે.

ભારત માટે ODI માં સૌથી વધુ પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીતનારા ખેલાડીઓ

  • સચિન તેંડુલકર – 15
  • વિરાટ કોહલી – 11
  • યુવરાજ સિંહ – 7
  • સૌરવ ગાંગુલી – 7
  • ધોની – 7
  • શુભમન ગિલ – 5
  • રોહિત શર્મા – 5