સિદ્ધપુરમાં શ્રી શક્તિ મંડળ પરિવાર દ્વારા શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનું કરાયું ભવ્ય આયોજન
સિદ્ધપુર: પવિત્ર અને ધાર્મિક નગરી તરીકે ઓળખાતા શ્રીસ્થળ (સિદ્ધપુર)માં શ્રી શક્તિ મંડળ પરિવાર દ્વારા તા. 7 થી 15 જાન્યુઆરી સુધી શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
નવ દિવસીય શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ દરમિયાન રાત્રે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. વ્યાસ પીઠ પરથી સિદ્ધપુરના વિદ્વાન કથાકાર શ્રીકાન્તભાઈ દવે (ભાગવતાચાર્ય) રસમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.
નોંધનીય છે કે, શ્રી શક્તિ મંડળની સ્થાપના વર્ષ 1947માં પૂજ્ય ચંદુલાલ આચાર્ય દ્વારા કરવામાં આવી હતી. શક્તિ મંડળ દ્વારા દર પાંચ વર્ષે કથાનું આયોજન કરવામાં આવે છે. મંડળ દ્વારા અગાઉ રામ કથા, શિવ કથા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ ભજનના કાર્યક્રમ અવિરત કરવામાં આવે છે.