December 23, 2024

શ્રેયસ અય્યરે ગરીબ મહિલાને કરી મદદ, વીડિયો થયો વાયરલ

Shreyas Iyer: ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યર મેદાન પર તેની શાનદાર ફિલ્ડિંગ માટે જાણીતો છે. પરંતુ થોડા દિવસ પહેલા તેણે એવું કામ કર્યું કે જેને સોશિયલ મીડિયામાં લાખો લોકોના તેણે દિલ જીતી લીધા છે. શ્રેયસે મુંબઈના રસ્તાઓ પર એક ગરીબ મહિલાની મદદ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમાં લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

શ્રેયસ અય્યરે મહિલાની મદદ કરી
શ્રેયસ અય્યર સલૂનમાંથી બહાર આવ્યો ત્યારે એક ગરીબ મહિલા જે કંઈક સામાન વેચી રહી હતી તેણે શ્રેયસને મદદ માટે વિનંતી કરી હતી. મહિલા અય્યર પાસે ગઈ અને તેની સાથે વાત કરવા લાગી અને પછી કાર સુધી તેનો પીછો કર્યો હતો. શ્રેયસે પહેલા મહિલાને ધીરજ રાખવા કહ્યું અને તમાકુ ન ચાવવાની સલાહ આપી હતી.  આ પછી તેણે મહિલાને થોડા પૈસા આપ્યા હતા. આ નાનકડા પગલાએ માત્ર મહિલાનું દિલ જ નહીં જીત્યું પરંતુ સોશિયલ મીડિયા પર પણ તમામ લોકોના દિલ જીતી લીધા હતા. જ્યારે શ્રેયસે તેને મદદ કરી અને બંનેએ હાથ મિલાવ્યા ત્યારે મહિલાની ખુશીનો પાર ન રહ્યો હતો.

આ પણ વાંચો: જો KKR રિટેન નહીં કરે તો રિંકુ સિંહ કઈ ટીમ માટે રમવા માગશે?

શ્રેયસ અય્યરનું કરિયર
શ્રેયસ અય્યર તાજેતરમાં જ શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમનો ભાગ હતો. જોકે, વનડે શ્રેણીમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ના હતું. હવે તે દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા ડી ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ પહેલા તેણે કોલકાતા નાઈટ રાઈડર્સને આઈપીએલનો ખિતાબ અપાવ્યો હતો.