શ્રેયસ ઐયર BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર, KKR દ્વારા અપમાનિત; સદીનું બલિદાન આપી ટીમનું સન્માન જાળવ્યું!

Shreyas Iyer: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યર સામે 25 માર્ચની સાંજે એક મોટો પડકાર હતો. નવી ટીમ, નવી જવાબદારી, IPLમાં નવા પડકારો સાથે 26 કરોડ 75 લાખ રૂપિયાના મોંઘા ભાવનો બોજ. પરંતુ જમણા હાથના બેટ્સમેને 97 રનની એવી અણનમ ઇનિંગ્સ રમી કે દુનિયા માથું નમાવી ગઈ.
ટીમ માટે સદીનું બલિદાન આપ્યું
પોતાની સદીની ચિંતા કર્યા વિના તેણે ટીમને પ્રાથમિકતા આપી. જેનું પરિણામ એ આવ્યું કે, 243 રન બનાવ્યા બાદ તેમની ટીમે ગુજરાત ટાઇટન્સને 232 રન સુધી મર્યાદિત રાખ્યા અને 11 રનથી મેચ જીતી લીધી. મેચ પછી શશાંક સિંહે જણાવ્યુ કે, કેવી રીતે તેના બેટિંગ પાર્ટનર શ્રેયસ ઐયરે સદીની ચિંતા કર્યા વિના દરેક બોલ પર શોટ મારવાનું કહ્યું.
આ પણ વાંચોઃ 232 રન બનાવ્યાં તે છતાં કેમ હારી ગઈ ગુજરાત ટાઇટન્સ, જાણો કારણો
નવ છગ્ગા અને પાંચ ચોગ્ગા
IPL 2025માં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ બંનેની આ પહેલી મેચ હતી. ઐયરે માત્ર 42 બોલમાં નવ છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી અણનમ 97 રન બનાવ્યા હતા. જેના કારણે પંજાબ કિંગ્સે પાંચ વિકેટે 243 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સ પાંચ વિકેટે 232 રન જ બનાવી શક્યું હતું.
KKRએ તેને પડતો મૂક્યો અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ અવગણ્યો
2023ના ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન છતાં શ્રેયસ ઐયરને અનુશાસનહીન હોવાના કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેના પર સ્થાનિક ક્રિકેટ રમવાને બદલે IPLને પ્રાથમિકતા આપવાનો આરોપ હતો. તેને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કાઢવાનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. ત્યારપછી તેની કેપ્ટનશિપ હેઠળ છેલ્લી IPL સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સને જીત અપાવી હતી. તેમ છતાં KKRએ તેના વિજેતા કેપ્ટનને જાળવી રાખ્યો ન હતો. જમણા હાથના બેટ્સમેન માટે આ કોઈ આઘાતથી ઓછું નહોતું. વાપસી કર્યા પછી ઐયરે માત્ર ટીમમાં સ્થાન મેળવ્યું જ નહીં, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ભારતના વિજેતા સંયોજનનો પણ મહત્વપૂર્ણ ભાગ હતો.