January 23, 2025

શ્રેયસ અય્યર આખરે KKR ટીમમાં જોડાયો, જુઓ વીડિયો

અમદાવાદ: IPL 2024 થોડા જ દિવસમાં આવી રહી છે. આ પહેલા શ્રેયસ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ સાથે જોડાઈ ચૂક્યો છે. જેનો વીડિયો KKR ટીમે સોશિયલ મીડિયામાં મૂક્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે બે વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ છેલ્લે ગૌતમ ગંભીરની કેપ્ટન્સી IPLમાં જીત પ્રાપ્ત કરી હતી. ગયા સીઝનની વાત કરવામાં આવે તો તે ઈજાને કારણે રમી શક્યો ના હતા. તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તેણે મેચમાં કમબેક કર્યું હતું. તમને જણાવી દઈએ કે ઐયરની ગેરહાજરીમાં, નીતિશ રાણાએ KKRની કેપ્ટનશીપની કમાણ સંભાળી હતી. આ વખતે તે એકદમ ફીટ છે. ત્યારે તે KKR ટીમ સાથે જોડાઈ ગયો છે અને આ વખતે તે IPL 2024 રમશે.

 

View this post on Instagram

 

A post shared by Kolkata Knight Riders (@kkriders)

આઈપીએલમાં રમી
KKRએ સોશિયલ મીડિયા પર ઐયરના આગમનનનો વીડિયો અને ફોટો શેર કર્યો હતો. KKR ટીમે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. શ્રેયસ અય્યર ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ રમ્યો હતો. ત્યાર બાદ તને કમરમાં ભારે દુખાવો થઈ જતા તેને બાકીની મેચ માટે પસંદ કરવામાં આવ્યો ના હતો. તમને જણાવી દઈએ કે 2015થી આઈપીએલમાં રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેનો IPLમાં તેનો સર્વોચ્ચ સ્કોર 96 રહ્યો છે.

મોટો ફટકો પડ્યો
IPL 2024 સીઝન શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. પરંતુ બીજી બાજૂ એક બાદ એક ટીમનું ટેન્શન વધી રહ્યું છે. કારણ કે ધીમે ધીમે તમામ ખેલાડીઓ પોતાના નામ પાછા ખેંચી રહ્યા છે. આ વચ્ચે દિલ્હી કેપિટલ્સને વધુ એક મોટો ફટકો પડ્યો છે. આગામી મેચમાં ફાસ્ટ બોલર લુંગી એનગિડી જોવા નહીં મળે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે તેના સ્થાન પર બિજા ખેલાડીને સ્થાન આપી દેવામાં આવ્યું છે.