આજે સોમવતી અમાસ, સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

સોમનાથઃ આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને સોમવતી અમાસ છે. ત્યારે શિવાલયમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના નાદથી ગૂંજી ઉઠ્યું છે.
શિવજીને પ્રિય એવા શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે એટલે કે અમાસ. શાસ્ત્રોમાં આજના દિવસને વિશેષ માનવામાં આવે છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
વહેલી સવારે 4 કલાકથી જ અહીં મોટી સંખ્યામાં દેશના ખૂણે ખૂણેથી ભાવિકો ઉમટી પડતા લાંબી લાંબી કતારો જોવા મળી હતી. તો વહેલી સવારે 7 કલાકની આરતીમાં પણ શ્રદ્ધાળુઓ દર્શન માટે પડાપડી કરી હતી. આજના દિવસને ખાસ માનવામાં આવે છે. જેથી ભાવિકો સોમનાથ બાદ ત્રિવેણી ઘાટ ખાતે પણ ઉમટી પડ્યા હતા.