December 23, 2024

ફોલોઅર્સના મામલે શ્રદ્ધાએ કરી પ્રિયંકાની ઓવરટેક, સ્ત્રીએ રંગ જમાવ્યો

Shraddha Kapoor Instagram: ‘સ્ત્રી 2’ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં ખૂબ જ લોકો વચ્ચે ચર્ચામાં જોવા મળી રહી છે. સ્ત્રી 2 આવ્યા બાદ શક્તિ કપૂરની દીકરીએ નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ચોપરાને પણ પાછળ છોડી દીધા છે. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી બીજી ભારતીય બની ગઈ છે. ક્રિકેટર વિરાટ કોહલી પછી બીજા નંબરની સૌથી વધુ ફોલોઅર્સ સાથે સેલિબ્રિટી બની ગઈ છે.

શ્રદ્ધા કપૂરે પ્રિયંકા ચોપરાને રાખી દીધી પાછળ
વર્ષ 2024 શ્રદ્ધા કપૂર માટે ખૂબ જ લકી સાબિત થયું છે. 24 ઓગસ્ટ 2024 ના સાંજે 4:32 વાગ્યા સુધીમાં બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના Instagram પર 91.8 મિલિયન ફોલોઅર્સ છે. બીજી બાજૂ શ્રદ્ધાના હવે 91.9 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. સ્ત્રી 2’ની શાનદાર રીતે ચાલી રહી છે. ફિલ્મ આવતાની સાથે શ્રદ્ધા કપૂરના ફોલોઅર્સમાં વધારો થઈ રહ્યો છે. જો હજૂ પણ તેના ફોલોઅર્સમાં વધારો થતો રહેશે તો વિરાટ કોહલી પછી ઈન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ ક્લબમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય બની જશે.

આ પણ વાંચો: સ્ત્રી 2 પહેલા પણ આ હોરર-કોમેડી ફિલ્મોએ તિજોરી પર ટંકશાળ પાડી

સૌથી વધુ ફોલો કરનારા ભારતીયો
ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો હાલ વિરાટ કોહલીને કરવામાં આવી રહ્યો છે. શ્રદ્ધા અને પ્રિયંકા પછી પીએમ નરેન્દ્ર મોદી 91.3 મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા સ્થાન પર છે. આલિયા ભટ્ટ 85.2 મિલિયન સાથે પાંચમા સ્થાન પર છે. કેટરિના કૈફ 80.4 મિલિયન સાથે છઠા સ્થાન પર છે. દીપિકા પાદુકોણ 79.9 મિલિયન અને નેહા કક્કર 78.7 મિલિયન છે .સ્ત્રી 2’ની સફળતા બાદ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં આવી છે.